પરફ્યુમ લગાવો છો? તો આ વાતનું રાખો ધ્યાન, નહીં તો થશે નુક્સાન
- પરફ્યુમ લગાવનારા લોકોએ રાખવું જોઈએ ધ્યાન
- જાણી લો આ મહત્વની વાત
- કેટલીક અસરથી આંખો ફેરવવી જોઈએ નહીં
આજકાલ લોકો શરીરમાંથી ખરાબ ગંધ ન આવે તે માટે વધારે પડતો પરફ્યુમનો ઉપયોગ કરતા હોય છે. પરફ્યુમનો ઉપયોગ વિદેશોમાં લોકો મોટા પ્રમાણમાં કરતા હોય છે. પણ હવે તમામ લોકોએ સતર્ક થવાની જરૂર છે જે લોકો પરફ્યુમનો ઉપયોગ કરે છે.
પરફ્યુમ ખરીદતી વખતે ઘણા લોકો સ્ટ્રોંગ સુગંધવાળા પર્ફ્યૂમ ખરીદવાનું પસંદ કરે છે. જે ક્યારેક તો માથાનો દુખાવો અને વહેતું નાકનું કારણ બની જતુ હોય છે. આ પરફ્યુમનો ઉપયોગ કરતી વખતે નોંધ લેવી કે તેના થોડા ટીપાં હવામાં સ્પ્રે કરો અને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ.
કેટલાક લોકો શરીર પર પરફ્યુમ લગાવવાની જગ્યાએ કપડા પર લગાવતા હોય છે. આનાથી એ નુક્સાન છે કે કપડાં પર પરફ્યુમ લગાવવાથી નિશાન પડી જાય છે અને શરીરના પરસેવા અને ગરમીને કારણે પરફ્યુમ લાંબુ ટકતું નથી. પરફ્યુમ હંમેશા શરીર પર લગાવવું જોઈએ. આ લાંબા સમય સુધી સુગંધ રાખે છે.
પરફ્યુમ ક્યારેય આખા શરીર પર લગાવવું જોઈએ નહીં. આ માત્ર મોંઘા પરફ્યુમનો જ નાશ કરે છે, પણ સુગંધ પણ ઝડપથી દૂર થઈ જાય છે. તેથી, હંમેશા લાંબા સમય સુધી ચાલતી જગ્યા પર અત્તર લગાવો. શરીરના આવા ભાગો ઘૂંટણ, કોણીનો આંતરિક ભાગ, ગરદનનો પાછળનો ભાગ અને કાંડા પર લગાવી શકાય છે.