કાબુલ એરપોર્ટ સુધીનું 2.5 કિમીનું અંતર કાપતા થયા 24 કલાક, અફઘાનથી પરત ફરેલા ભારતીયની આપવીતિ
દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફસાયેલા રાંચીના બબલુ ભારત પરત ફરતા મોડી સાંજે તેને ઘરે પહોંચ્યા હતા. ભારત પરત આવ્યા બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ ધરતી માતાને પ્રમાણ કરીને ભાવુક થઈ ગયા હતા.
તેમણે કહ્યું હતું કે, આ મારો બીજો જન્મ છે. મને પરત ભારત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી હેમંત સોરેનનું મહત્વનું યોગદાન છે. આ ઉપરાંત રાંચીને જ્યોતિ ઉર્ફે નિક્કીએ પણ ઘણી મદદ કરી છે. રાંચીના અશફાક અહમદ અને અન્ય એક વ્યક્તિ પણ તેમની સાથે કાબુલથી રાંચી પરત ફર્યાં હતા.
બબલુભાઈએ જણાવ્યું કે, તેઓ અફઘાનિસ્તાનના કાબુલમાં આવેલી એક કંપનીમાં વર્ષ 2018થી રેડિયો ઓપરેટર તરીકે કામ કરતો હતો. કંપનીના માલિકે પણ ઘણી મદદ કરી છે. બધુ બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ અમેરિકી સેના અફઘાનિસ્તાનથી હટતા તાલિબાનીઓની ગતિવિધીઓ તેજ બની હતી. તાલીબાનીઓ જલાલાબાદ સહિતના કેટલાક વિસ્તારમાં ઘુસી ગયા હતા. એરપોર્ટ કે અંદર જવા માટે તાલીબાની સેનાએ મદદ કરી છે. ભીડ હટાવીને એરપોર્ટમાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે રાહત થઈ કે હવે જીવ બચશે અને પરત ભારત પહોંચીશું.
તેમણે વધુમાં કહ્યું કે, 15મી ઓગસ્ટના રોજ ભારત આવવાના પ્રયાસ કરતા હતા.16મી ઓગસ્ટે એરપોર્ટ જવા નીકળ્યાં હતા. જો કે, અંધાધૂંધ ગોળીબાર થતો હોવાથી પરત કંપનીના ગેસ્ટ હાઉસ આવી ગયા હતા. 20મી ઓગસ્ટના રોજ કાબુલ નજીક આવેલી એક હોટલ પહોંચ્યાં હતા. જે એરપોર્ટથી માત્ર અઢી કિમી દૂર હતી. જો કે, ત્યાં પહોંચતા લગભગ 24 કલાક લાગ્યાં હતા. એરપોર્ટ પહોંચતા લગભગ બે દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ દરમિયાન માત્ર બિસ્કીટ, પાણી અને કોલ્ડ ડ્રીંક્સ મળી હતી.