બેંકના કામકાજનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો વાંચી લો રજાની યાદી, બાકી થશે ધક્કો
- તમે પણ આગામી સપ્તાહે બેંકના કામકાજનું પ્લાનિંગ કરી રહ્યા છો
- તો એ પહેલા આગામી સપ્તાહે આવતી રજાઓની યાદી વાંચી લો
- અન્યથા તમારે બેંકમાં થશે ધક્કો
નવી દિલ્હી: જો તમે પણ આગામી સપ્તાહે બેંકના કામકાજ અંગે પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલા રજા અંગેના આ ન્યૂઝ વાંચી જજો. આગામી 7 દિવસમાંથી 4 દિવસ સરકારી બેંક બંધ રહેશે.
આગામી સપ્તાહે 7 દિવસમાંથી 4 દિવસ સરકારી બેંકો બંધ રહેશે. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં 28 ઑગસ્ટથી 31 ઑગસ્ટ સુધી બેંકોમાં કામકાજ નહીં થાય.
28 ઑગસ્ટે આ મહિનાનો ચોથો શનિવાર આવવાને કારણે બેંકમાં રજા રહેશે. 29 ઑગસ્ટે રવિવારની રજા રહેશે. તે ઉપરાંત 30 ઑગસ્ટના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હોવાથી દેશની મોટા ભાગની બેંકો બંધ રહેશે. તે ઉપરાંત ઘણી જગ્યાઓ પર 31 ઑગસ્ટે જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ કારણે અમુક શહેરોમાં બેંકો બંધ રહેશે. જો કે આ રજાઓ રાજ્યોના હિસાબથી રહેશે.
નોંધનીય છે કે, 30 ઑગસ્ટે જન્માષ્ટમીને કારણે ચંદીગઢ, અમદાવાદ, ચેન્નાઇ, લખનૌ, કાનપુર, રાયપુર, શિમલા, શ્રીનગર, રાંચી, શિલોંગ, ગંગટોકની બેંકોમાં કામકાજ બંધ રહેશે. તે ઉપરાંત હૈદરાબાદની બેંકોમાં 31 ઓગસ્ટ, 2021ના રોજ કામકાજ બંધ રહેશે.