IPS પંકજ કુમાર BSF ના નવા ડાયરેક્ટર જનરલ બન્યાઃ સંજય અરોરાને સોંપાય ITBP ની જવાબદારી
- IPS પંકજ કુમાર BSF ના નવા ડાયરેક્ટર જનરલ બન્યા
- સંજય અરોરાને સોંપાય ITBP ની જવાબદારી
દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્રારા છેલ્લા ઘણા સમયથી અનેક ફેરબદલાવ અનેક પોસ્ટ પર કરવામાં આવ્યા છે ત્યારે હવે આઈપીએસ અધિકારી બાલાજી શ્રીવાસ્તવને પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરોના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ આઈપીએસ અધિકારી રહી ચૂકેલા એવા પંકજ કુમાર સિંહને બીએસએફના નવા મહાનિર્દેશક બનાવવામાં આવ્યા છે. પંકજ કુમાર સિંહ હાલમાં બીએસએફના વિશેષ મહાનિર્દેશક છે. તે 31 ઓગસ્ટના રોજ પોતાનો પદભાર સંભાળશે અને 31 ડિસેમ્બર, 2022 અથવા આગળના આદેશ સુધી તે જ પદ પર સેવા આપતા રહેશે.
આ ફેરબદલ વિશે માહિતી આપતા, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું હતું કે આઈપીએસ અધિકારી સંજય અરોરાને આઈટીબીપી ના નવા મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અરોરા હાલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના વિશેષ મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સીઆરપીએફના વર્તમાન મહાનિર્દેશક એસ એસ દેસવાલ આ વર્ષે 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.
દરમિયાન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ ને ત્રણ નવા સભ્યો મળ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, નાગપુરમાં નેશનલ એકેડમી ઓફ ડાયરેક્ટ ટેક્સના મુખ્ય ડાયરેક્ટર જનરલ (તાલીમ), નીતિન ગુપ્તા, આવકવેરાના મુખ્ય મુખ્ય કમિશનર (ઓએસડી) દિલ્હી સંગીતા સિંહ અને આવકવેરાના મુખ્ય કમિશનર દિલ્હીની પ્રમુખ પ્રજ્ઞા સહાય સક્સેનાને CBDT ના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.