આતંકીઓના હાથમાં અફઘાનઃ અમેરિકામાં 6 વર્ષ સુધી જેલની સજા ભોગવનાર ખુંખાર આતંકીને તાલિબાને રક્ષામંત્રી બનાવ્યો
- આતંકવાદી સંભાળશે અફઘાન
- રક્ષામંત્રી તરીકે ખુંખાર આતંકીની નિમણૂક કરાઈ
દિલ્હીઃ- અફઘાનિલ્તાનની હાલત કફોળી બની રહી છે, તાલબાના દ્વારા સતત આતંક ફેલાવવામાં આવતા અનેક લોકો દેશ છોડી રહ્યા છે, કાબુલ પર કબજો કર્યા બાદ હવે તાલિબાને સરકાર બનાવવાની કવાયત પણ શરૂ કરી દીધી છે. સરકારની રચના પહેલા તાલિબાન અફઘાનિસ્તાનને ચલાવવા માટે વિવિધ વિભાગોના વડાઓની નિમણૂક કરી રહ્યું છે.
ત્યારે હવે તાલિબાને દેશના સંરક્ષણ વિભાગનીજનાબદારી વિશ્વના સૌથી ખતરનાક જેલના કેદી અને શાંતિ મંત્રણાનો વિરોધ કરનાર આતંકવાદીને સોંપી દીધી છે.હવે આફઘાનની રક્ષા આતંકવાદી જ કરશે, 20 વર્ષ પછી અફઘાનિસ્તાન પરત ફરેલા તાલિબાને અફઘાનિસ્તાનના વચગાળાના સંરક્ષણ મંત્રી તરીકે ગ્વાન્ટાનામો પૂર્વ કેદી મુલ્લા અબ્દુલ કય્યુમ ઝાકીરની નિમણૂક કરી છે. એક મીડયા અહેવાલ મારફત આ માહિતી મળી રહી છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનની હજુ સુધી ઔપચારિક સરકાર રચવાની બાકી છે, આતંકવાદી જૂથે તેના કેટલાક નેતાઓને દેશને ચલાવવા માટે મુખ્ય હોદ્દા પર નિયુક્ત કર્યા છે. આ ક્રમમાં, હાજી મોહમ્મદ ઇદ્રીસને દેશની મધ્યસ્થ બેંક અફઘાનિસ્તાન બેંકના ‘કાર્યકારી વડા’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સમાચારની પુષ્ટિ કરતા તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે ઇદ્રીસની નિમણૂક “સરકારી સંસ્થાઓ અને બેંકિંગ મુદ્દાઓને સુવ્યવસ્થિત કરવાના હેતુથી અને લોકોની સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવી છે”. અફઘાનિસ્તાનની સમાચાર એજન્સી પાઝવોકના જણાવ્યા અનુસાર, ગુલ આગાને તાલિબાન દ્વારા કાર્યકારી નાણામંત્રી તરીકે અને સદર ઇબ્રાહિમને કાર્યકારી ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરાયા હતા.