1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વનું સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન વ્હીલ દુબઈમાં – 250 મીટરની ઈઁચાઈએ માણી શકાશે ભોજનની લિજ્જત,એક ચક્કર લગાવતા થશે 38 મિનિટ
વિશ્વનું સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન વ્હીલ દુબઈમાં – 250 મીટરની ઈઁચાઈએ માણી શકાશે ભોજનની લિજ્જત,એક ચક્કર લગાવતા થશે 38 મિનિટ

વિશ્વનું સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન વ્હીલ દુબઈમાં – 250 મીટરની ઈઁચાઈએ માણી શકાશે ભોજનની લિજ્જત,એક ચક્કર લગાવતા થશે 38 મિનિટ

0
Social Share
  • દુબઈમાં ખુલવા જઈ લરહ્યું સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન  વ્હીલ
  • એક ચક્કર લગાવતા થશે 38 મિનિટ

દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાતનું દુબઇ શહેર વિશ્વના રેકોર્ડ તોડનારા આકર્ષણોથી સજ્જ જોવા મળે છે,ત્યારે હવે આજ શ્રેણીમાં તે આગળ વધી રહ્યું છે અહીં વિશ્વનું સૌથી ઊંચુ નિરિક્ષણ વ્હીલ 21 ઓગક્ટોબરના રોજથી ખુલવા જઈ સહ્યું છે જે અનેક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે

દુબઈમાં બુર્જ ખલીફા અને ડીપ ડાઈવ પછી, વિશ્વનું સૌથી મોટું અને સૌથી ઊચું નિરીક્ષણ વ્હીલ હવે ખુલવા જઈ રહ્યું છે અને તે 38 મિનિટમાં એક ચક્કર લગાવશે લગભગ 76 મિનિટમાં બે ચક્કર લગાવશે.

આ ઓબ્ઝર્વેશન વ્હીલ એન દુબઈ બ્લુવોટર્સ ટાપુ પર સ્થિત છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલપ્રમાણે તે મુલાકાતીઓને 250 મીટરની ઊંચાઈ પર લઈ જશે જ્યાંથી તેઓ દુબઈના સુંદર દૃશ્યનો આનંદ માણી શકશે. દુબઈના આકાશમાં જમવાની સુવિધા સાથે મુસાફરોને 19 પ્રકારના ખાસ પેકેજ મળશે.

આ  સાથે જ અંહી હવે લોકો  માટે જન્મદિવસ, સગાઈ, લગ્ન અને વ્યવસાયિક કાર્યો માટે ઉજવણી પેકેજો પણ ઉપલબ્ધ થશે. લોકો તેમની સુવિધા મુજબ પેકેજો લઈ શકે છે. આ સાથે ખાનગી કેબિનની સુવિધા પણ તેમાં આપવામાં આવી છે.

વીઆઇપી મહેમાનોની સુવિધા મુજબ ખાનગી કેબિન બદલી શકાય છે. દુબઈ હોલ્ડિંગ એન્ટરટેઈનમેન્ટના ચીફ ઓપરેટિંગ ઓફિસર મોહમ્મદ શરાફે જણાવ્યું હતું કે, ઓબ્ઝર્વેશન વ્હીલ, દુબઈ દ્વારા વિકસિત આ ફ્લાય વ્હીલ દુબઈને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે સ્કેલ કરવા માટે પ્રોત્સાહિત કરશે તે નવીન પહેલ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંયુક્ત આરબ અમીરાતની સ્થાપનાના 50 મા વર્ષ દરમિયાન આ નિરીક્ષણ વ્હીલ ખોલવામાં આવશે. આમાં, મુલાકાતીઓને આવી ઘણી સુવિધાઓ પણ આપવામાં આવશે જે તેમને લાંબા સમય સુધી આ ચક્રના સાહસને ભૂલવા દેશે નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code