સાહિન મુલતાનીઃ
સામાન્ય રીતે ક્યારે આપણા ઘરમાં રોટલી વધી પડે છે, ક્યારેક ખાવાની ગણતરી ઓછી પડે કે ક્યારેક બહારનો નાસ્તો કર્યો હોવાથી બરાબર રોટલીનો પણ રહેતો નથી છેવટે રોટલી વધી જાય છે, ત્યારે આપણી ચિંતા પણ વધી જાય છે,આટલી મોંધવારીમાં રોટલી ફેંકવી જીવ પણ ન ચાલે, આવી સ્થિતિમાં ઘણી ગૃહિણીઓ વધેલી રોટલીની દાળઢોકળી, રોટલીની સ્પેગેટિ કે પછી રોટલીનો ચેવડો બનાવીને રોટલીનો સદઉપયોગ કરે છે, પણ આજે આપણે વાત કરીશું વધેલી અને વાસી રોટલીનો શીરો બનાવાની.
જી હા જો તમારા ઘરે હેવથી રોટલી વધી જાય છે તો ચિંતા છોડી દો, આ વધેલી રોટલીમાંછથી સરસ મજાની સ્વિટ ડિશ બની જશે જે ઘરના મોભી થી લઈને બાળકોને પમ ખૂબ પસંદ આવશે અને બીજી વખત જાણી જોઈને રોટલી વધારે બનાવાનું મન થશે.
સામગ્રી
- વાસી બચેલી રોટલી
- રોટલીના ત્રીજા ભાગનું ઘી
- જરુર પ્રમાણે ગોળ
- કાજુ બદામ અને પીસ્તા જીણા તરેલા
- એલચીનો પાવડર
બનાવાની રીત
સૌ પ્રથમ જો રોટલી વધી જાય તો તેને આખી રાતે કાણા વાળી ચારણી ઢાકીને રહેવાદો, જેથી બરાબર રોટલી સુકાઈ જાય,
હવે જ્યારે આ સ્વિટ ડીશ બનાવાની હોય ત્યારે આ રોટલીને મિક્સરમાં ક્રશ કરીલો,
હવે એક કઢાઈમાં રોટલીના ત્રીજા ભાગનું ઘી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલી રોટલી નાખઈને બરાબર શેકીલો,
હવે એક તપેલીમાં પાણી લઈને તેમાં ગોળ નાખી આ પાણી ઘીમા ગેસ પર ગરમ કરીલો,
ત્યા સુધી રોટલીના ક્રશને ઘી મા બ્રાઉન કલરનો થવાદો,
હવે ગરમ કરેલું ગોળ વાળું પાણી ઘીમે ઘીમે રોટલીમાં એડ કરતા જાવ અને તવીથા વડે બરાબર મિક્સ કરતા રહો,
જરુર પ્રમાણે પાણી એડ કરવું, હવે તેમાં કાજુ-બદામ અને પીસ્તાનો પાવડર તથા વાટેલી એલચી એડ કરીલો,
તૈયાર છે વધેલી રોટલીની સ્વિટ ડિશે, તો હવે ટ્રાય ચોક્કસ કરજો આ રોટલીનો શીરો