મને નિર્ણય લેતા રોકવામાં આવશે તો ઇંટથી ઇંટ બજાવી નાખીશ: નવજોત સિંહ સિદ્વુ
નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્વુનું અક્કડ વલણ જોવા મળી રહ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો તેમને નિર્ણય લેવાની છૂટ નહીં આપવામાં આવે તો તેઓ સહન નહીં કરે અને ઇંટથી ઇંટ વગાડશે. આ દિવસોમાં પંજાબમાં કોંગ્રેસમાં હલચલ ખૂબ જ વધી ગઇ છે. એક તરફ સીએમ અમરિંદર અને સિદ્વુ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે તો બીજી તરફ સિદ્વુના સલાહકારોની વાટાઘાટોને કારણે રાજકીય ગતિવિધિઓ તેજ થઇ છે.
સિદ્વુને હરીશ રાવતની સલાહ બાદ તેમના સલાહકાર માલવિંદર સિંહે આજે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે જ સમયે, હરીશ રાવતે કહ્યું કે, પંજાબમાં કોંગ્રેસના નેતાઓની કોઇ કમી નથી. તેમના ભાવિને જોતા કોંગ્રેસે તેમને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પરંતુ તેનો અર્થ એ નથી કે સમગ્ર પક્ષ તેમના પર નિર્ભર છે. હવે સિદ્વુનું ઇર્ષાળુ વલણ જોવા મળ્યું છે.
નવજોત સિંહ સિદ્વુએ ચેતવણીના સૂરમાં કહ્યું કે, તેમને પાર્ટીમાં નિર્ણય લેતા રોકવામાં ના આવે. જો આ કરવામાં આવે, તો તે ઇંટથી ઇંટ વગાડશે.
જણાવી દઈએ કે વધતા વિવાદ બાદ નવજોત સિંહે સિદ્ધુના સલાહકાર પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ સીએમ અમરિંદર સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ પર વિવાદાસ્પદ નિવેદનોથી ઘેરાયેલા હતા. તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સિદ્ધુએ વરિષ્ઠ નેતાઓનું પણ સાંભળવું પડ્યું.