હિન્દુઓની બહુમતી સુધી કાયદાઓની વાત ચાલશે, નહીં હોય ત્યારે બધુ હવામાં ઉડાવી દેવાશેઃ નીતિન પટેલ
અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના કાયદાની કેટલીક કલમ ઉપર હાઈકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. જેથી સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. દરમિયાન નીતિન પટેલે લાખો મુસલમાનો ઈસાઈ દેશભક્ત છે. પરંતુ દેશમાં હિન્દુઓની બહુમતી છે એટલે લોકો બંધારણ, ધર્મનિરપેક્ષ અને કાયદાની વાતો કરે છે પરંતુ જ્યારે હિન્દુઓની ઘટશે ત્યારે બંધારણ, ધર્મિનિરપેક્ષ અને કાયદા કશુ નહીં બચે બધુ હવામાં ઉડી જશે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદનમાં કહ્યું હતું કે, તમારે વીડિયો રેકોર્ડ કરવો હોય તો કરી લેજો અને મારા શબ્દોને નોંધી રાખજો, આપણા દેશમાં કેટલાક લોકો ભંદારણ, ધર્મનિરપેક્ષતા વિશે મોટી મોટી વાતો કરે છે. આવુ ત્યાં સુધી જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે. જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાની વધવા લાગશે એ બાદ ના ધર્મનિરપેક્ષતા, ના લોકસભા કે ના બંધારણ બચશે, બધુ જ હવામાં ઉડાવી દેવામાં આવશે. હું બધા વિષે વાત કરી રહ્યો નથી, મારે સ્પષ્ટતા પણ કરવી જોઈએ, લાખો મુસલમાનો દેશભક્ત છે, લાખો ઈસાઈ દેશભક્ત છે. આમ અંતે નીતિન પટેલે પોતાના નિવેદનથી વિવાદ ઉભો થાય તે પહેલા જ વિવાદના વંળોટને ડામી દીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખવાનો નિર્ણય લીધો છે.