India Vs England – ત્રીજી ટેસ્ટ મેચ – ચોથો દિવસ – કોહલી અને પૂજારાએ બાજી સંભાળી
અમદાવાદ: પહેલી ઈનિંગ્સમાં 78 રનમાં ઓલઆઉટ થયા પછી ઈંગ્લેન્ડની ટીમે 432 રન કર્યા છે. આ રન સાથે ઈંન્ગલેન્ડની ટીમે ભારતને 354 રનની લીડ આપી છે. આ લીડને પુરી કરતા ભારતે બીજી ઈનિંગમાં 215 રન કર્યા છે અને 2 વિકેટ પણ ગુમાવી છે. હાલ પીચ પર કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા રમી રહ્યા છે જેમાં પૂજારા 91 રન પર અણનમ છે અને વિરાટ કોહલી 45 રન પર બેટિંગ કરી રહ્યો છે.
ભારતે પોતાની બીજી ઈનિંગમાં 215 રન કર્યા છે અને હવે 139 રનની લીડ પૂર્ણ કરવાની બાકી છે. ત્રીજી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે અને ભારતીય ટીમ પાસે મેચને બચાવવા માટે 8 વિકેટ છે.
ક્રિકેટ એક્સપર્ટ આ બાબતે પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે. કહે છે કે જો ભારતીય ટીમ 600 રનના ટાર્ગેટ સુધી પહોંચે છે અને પાંચમા દિવસ ઈંગ્લેન્ડને ટીમને 250 રનના ટાર્ગેટ સાથે રમવા ઉતારે છે તો ભારત મેચ હારવામાંથી બચી શકે તેમ છે. ભારતીય ટીમ પાસે 600 રન કરવા માટે પુરતા પ્રમાણમાં સમય છે.
ક્રિકેટ એક્સપર્ટ દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે જો આ મેચ ડ્રો જાય છે તો તેને ભારતની જીત બરાબર પણ ગણી શકાય અને જો ભારત આ ટેસ્ટ મેચને જીતી જાય તો પછી ચમત્કારથી ઓછું આંકી શકાય નહી.