રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવશેઃ પ્રદીપસિંહ જાડેજા
અમદાવાદઃ સમગ્ર દેશમાં ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતમાં શાંતિ,સલામતી અને સુરક્ષા માટે રાજ્યનો ગૃહ અને પોલીસ વિભાગ કટિબદ્ધ છે. રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના પગલે લોકોએ શાસન વ્યવસ્થામાં વિશ્વાસ મૂક્યો છે. રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા તત્વો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત 1600 કી.મી.નો દરિયાઈ વિસ્તાર ધરાવે છે, ત્યારે દરિયાઈ સુરક્ષા માટે પણ વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે. રાજયમાં વ્યાજખોરીના દૂષણને ડામવા વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીની ઉજવણીની ગાઈડ લાઈન સરકારે જાહેર કરી છે. ગણેશ ઉત્સવમાં ડી.જે.વગાડવા અંગે કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઝવેરચંદ મેઘાણીની 125ની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાની મુલાકાત લીધી હતી.