1. Home
  2. ગુજરાતી
  3. ‘કાંચકો’ પેટના દુખાવાથી લઈને અનેક બીમારીમાં આપે છે રાહત-જાણો તેના ઉપયોગ અને ફાયદા
‘કાંચકો’ પેટના દુખાવાથી લઈને અનેક બીમારીમાં આપે છે રાહત-જાણો તેના ઉપયોગ અને ફાયદા

‘કાંચકો’ પેટના દુખાવાથી લઈને અનેક બીમારીમાં આપે છે રાહત-જાણો તેના ઉપયોગ અને ફાયદા

0
Social Share
  • કાંચકો તદ્દન મફ્તમાં મળતી વનસ્પતિનું ફળ છે
  • જેનો સ્વાદ કળવો હાવોથી પેટનો દુખાવો દૂર કરે છે
  • નાના બાળકોને શેકીને તેનો પાવડર પીવડાવામાં આવે છે

સામાન્ય રીતે જ્યારે પણ આપણા શરીરમાં નાની મોટી કોઈ સમસ્યા થાય છે ત્યારે સૌ પ્રથમ આપણે તેનો ઘરેલું ઈલાજ કરીએ છે, જ્યારે પેટમાં અતિશય અસહ્ય દુખાવો થાય ત્યારે મોટા ભાગના ઘરમાં અજમો ,મેથીનું સેવન કરાવતા હોય છે , ત્યારે આજે પેટના દુખાવાથી લઈને અનેક બીમારીમાં રાહત આપતા એવા ઓષધિની વાત કરીશું , જેનું નામ છે કાંચકો, કદાચ ઘણા લોકોએ જોયો પણ નહી હોય અને કેટકાકને આના વિશે ખબર પમ નહી હોય કે કાંચકો શું છે, તો ચાલો જાણીએ આ કાંચકાના ઉપયોગ તથા તેના ફાયદા

આ કાંચકો ખેડૂતોની વાડમાં વેલ પર આ થતો હતો. જો કે હવે ખડનાશક દવાઓને કારણે તે ઓછો જોવા મળે છે. જ્યાં ખડનાશક દવા નથી છંટાતી ત્યાં વનવગડામાં કાંચકો થાય છે. વિદેશમાં કાંચકા અંગેના સંશોધનો થયા છે જેમાં મેલેરિયા અને કેન્સનના કોષ અને શરિરની ગાંઠને ઓગાળવામાં તેનો સારો ઉપયોગ થઈ શકે છે.

આ કાંચકો આપણા ઘરની વાડ મા ઉગાડવા માટે સારી વનસ્પતિ છે. તેના બીજ ભૂરા રંગના હોય છે, આંખની કીકી જેવો તેનો દેખાવ હોય છે, સંસ્કૃતમાં તેનું નામ કુબેરક્ષી છે. દકાદ તમે ઘણા ખેતરોમાં એક વેલ જોયો હશે જેમાં કાંટા વાળું ફળ હોય છે તેની અંદરથી આ કાંચકો નીકળે છે.

પહેલાના સમયમાં ઘણા ઘરોની વાડમાં આ જોવા મળતો જો કે હવે દવાઓના કારણે તેનું કોઈ મહત્વ રહ્યું નથી. કારણ કે તે સરળતાથી મળતી વેલાનો ઠળિયો હતો. શુષ્ક અને ભેજવાળા પાનખર જંગલો, દરિયાકાંઠાના વિસ્તારો, અંતરિયાળ જંગલો અને ગૌણ જંગલોમાં ઉગી નિકળતી વનસ્પતિ હતી. તેને તોડવા માટે હથોડી કે પથ્થરનો ઉપયોગ કરવો પડે છે.આ કાંચકો સ્વાદમાં ખૂબ કડવો હોય છે. એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મોથી સભર હોય છે.

જાણો કાંચકાના અનેક ગુણો

પેટના દુખાવાને કરે છે દૂરઃ –  અજમો, સંચળ અને કાચકાના બીજ ચૂર્ણ કરીને સરખા ભાગે લઈને પા ચમચી રોજ સવારે 8 દિવસ લેવાથી પેટના કૃમિ નિકળી જાય છે. પછી ભૂખ લાગે, ગેસ મટે, મળ સાફ ઉતરે, પેટનો દુઃખાવો મટે, આંકડી મટે, જીણો તાવ, દાહ મટાડે, ચામડી, ખીલ મટાડે છે.

વજન ઘટાડવામાં તેનું ચુરણ ઉપયોગીઃ- કાંચકાને શેકીને તેવો પાવડર બવાની લો,તે વજન ઘટાડે છે કારણ કે તે એસ્ટ્રોજનના સ્તરને અંકૂશમાં રાખે છે.

શરદી કફ તથા કબ્જ મટાડે છેઃ- કાંચકાને શેકીને તેના પાવડરનું સેવન કરવાથી અનેક બીમારી મટે છે જેમાં સોરાયિસસ , કફ, સંધિવા, કબજિયાત, હરસ, અલ્સર વગેરેમાં રાહત મળે છે.

ઈજા માટે પણ ઉપયોગીઃ- જો તમને કંઈક વાગ્યું હોય તો એરંડીના તેલમાં શેકી તેના કુમળા પાન લગાડવાથી રાહત મળે છે. કાકચિયાને થોડા શેકી તેના બીજનું ચૂર્ણ બનાવી પા ચમચી સવાર સાંજ અનેક રોગમાં ઔષધ તરીકે વપરાય છે.

કેન્સરમાં ઉપયોગીઃ-જૂદાજૂદા જાતના કેન્સરની રાહત માટે કાંચકો ખૂબ ઉપયોગી છે. એન્ટી બેક્ટેરિયલ ગુણ ઘરાવે છે. ગાંઠ વિરોધી ગુણધર્મોને કારણે પાંદડાનો ઉપયોગ થાય છે.

કાંચકાના પાન પણ ઉપયોગીઃ- કાંચકાના વેલના પાંદડાઓમાં ફલેવોનોઈડ્સ, ફિનોલિક એસિડ્સ, લિગ્નાન્સ, કુપેરમિન, સ્ટિલીબિન્સ, ક્વિનોન્સ અને કર્ક્યુમિનોઇડ્સ જેવા ફિનોલિક ઘટકો હોય છે. આ રાસાયણિક ઘટકોને લીધે, પાંદડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.

નાના બાળક માટે ઉપયોગીઃ-જ્યારે બાળકને પેટમાં ખૂબ જ ચૂંક આવતી હોય ત્યારે કાચકાને થોડો બાળઈને તેને પીસી લેવો ત્યાર બાદ તેનું ચટણી ચુર્ણ બાળકને પાણી સાથે પીવડાવવું ,ચૂંક મટે છે, અને બાળક રડતું હોય તો શાંત થાય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code