અમદાવાદમાં ડેંન્ગ્યુના વધતા જતા કેસ, 22 હજારથી વધુ ઘરોમાંથી મચ્છરના બ્રીડિંગ મળ્યાં
અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણ બાદ ઉઘાડ નિકળ્યો છે. કેટલાક વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે મચ્છર જન્ય રોગચાળો પણ વકર્યો છે. ડેંન્ગ્યુના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે મચ્છરોના બ્રીડિંગ શોધીને તેનો નાશ કરવા માટે છેલ્લા બે દિવસથી મ્યુનિ. તંત્ર મેદાનમાં ઉતર્યું છે. મ્યુનિ.એ 246313 મકાનોની તપાસ કરી છે, જ્યારે 22106 જેટલા ઘરોમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે મચ્છરોના ઉપદ્રવને ડામવા મ્યુનિ.એ બે દિવસમાં 27 વોર્ડમાં 14 વ્હીકલ મશીનથી માઉન્ટેડ કોલ્ડ ફોગિંગ શરૂ કર્યું છે. પૂર્વ ઝોનમાં સૌથી વધુ 50,470 ઘરમાં તપાસ કરવામાં આવી હતી. જ્યારે શહેરમાં 92511 મકાનોમાં ફોગિંગની કામગીરી કરાઈ હતી. શહેરમાં મ્ધ્યઝોનમાં 630 ઘરોમાં મચ્છરના બ્રિડિંગ મળ્યા હતા,જ્યારે દક્ષિણમાં 1017 ઘરોમાં, દ. પશ્વિમમાં 304 ઘરોમાં, પશ્વિમમાં 1789 ઘરોમાં, પર્વમાં 421, ઉ.પશ્વિમમાં 318 ઘરોમાં, મળીને કુલ 22106 ઘરોમાં મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. મ્યુનિ.કોર્પોરેશને વિવિધ વિસ્તારમાં ફોગીંગની કામગીરી શરૂ કરી છે. મ્યુનિના આરોગ્ય વિભાગના અધિકારીએજણાવ્યું હતું કે, દર ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ જોવા મળતું હોય છે.