1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધરોઈ ડેમમાં ગત વર્ષ કરતા આ વર્ષે 14 ફૂટ ઓછું પાણી, સિંચાઈ માટે પાણી નહીં અપાય
ધરોઈ ડેમમાં ગત વર્ષ કરતા આ વર્ષે 14 ફૂટ ઓછું પાણી, સિંચાઈ માટે પાણી નહીં અપાય

ધરોઈ ડેમમાં ગત વર્ષ કરતા આ વર્ષે 14 ફૂટ ઓછું પાણી, સિંચાઈ માટે પાણી નહીં અપાય

0
Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં પણ આ વર્ષે ખૂબજ છો વરસાદ પડ્યો છે. ખેડુતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખરીફ પાક મુરઝાઈ રહ્યો છે. વરસાદ ખેંચતા ત્રણ જિલ્લાની જીવાદોર સમાન ગણાતા ધરોઈ ડેમમાં પણ પ્રતિદિન પાણીમાં ઘટ નોંધાઇ રહી છે. ઉપરવાસમાં પણ વરસાદ ખેંચતા હવે ઉત્તર ગુજરાત માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. ઓગસ્ટ માસ પૂરો થવા આવ્યો હોવા છતાં પૂરતો વરસાદ ન આવતા ઉત્તર ગુજરાતમાંના જળાશયોમાં પાણીની ઘટ નોંધાઇ રહી છે.

મહેસાણા જિલ્લાના સતલાસણા પાસે આવેલા ધરોઈ ડેમમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદ વિના દિન-પ્રતિદિન ખાલી થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ ખેંચતા ઉપરવાસમાં પણ આજ સ્થિતિ રહેતા ધરોઈમાં નવા નીર આવી શક્ય નથી. જેના કારણે ધરોઈ ડેમમાં હાલમાં માત્ર પીવા માટેના પાણીનો જથ્થો ઉપલબ્ધ રખાયો છે. સિંચાઈ માટે હાલમાં ધરોઈ ડેમમાંથી આપવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.

ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા ના એક હજારથી વધુ ગામડા અને શહેર ને પીવાનું પાણી પૂરું પાડનારો ડેમ છે. ચાલુ વર્ષ દરમિયાન ચોમાસુ ખેચાતા ધરોઈ ડેમનું લેવલ નીચું ગયું છે. ધરોઈ ડેમમાં રોજ માત્ર એક જ સેન્ટિમીટર પાણીનો ઘટાડો નોંધાઇ રહ્યો છે. આગામી સમયમાં જો વરસાદ આમ જ હાથતાળી આપશે તો ઉત્તર ગુજરાત પર જળ સંકટ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં હાલમાં અત્યાર સુધીમાં 53.35 ટકા જેટલા વરસાદની ઘટ સર્જાઈ છે, ધરોઈ ડેમમાં હાલમાં માત્ર પીવાના પાણીમાં વપરાય એટલો જ જથ્થો મોજુદ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. જેથી હાલમાં સિંચાઈ માટે પાણી છોડવાનું કોઈ આયોજન ના હોવાના કારણે સિંચાઈનો પણ પ્રશ્ન ઉભો થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

ધરોઈ ડેમમાં ગત વર્ષ આજની સરખામણીમાં પાણીની સ્થિતિ જોઈએ તો પાણીનું લેવલ 185.625 હતું અને 613.89 ફૂટ પાણીની સપાટી હતી. જ્યારે આ વર્ષે આજની તારીખમાં ધરોઈ ડેમનું લેવલ 182.615 અને 599.12 ફૂટ પાણીની સપાટી નોંધાઇ હતી. હાલમાં ગઈ સાલ કરતા ધરોઈ ડેમમાં 14 ફૂટ પાણી ઓછું નોંધાઇ રહ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code