અફઘાનિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની પરત ફરી શકે, તાલિબાન સરકારમાં જોડાય તેવી સંભાવના
- અફઘાનિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન પાછા ફરી શકે
- તેઓ પાછા ફરીને તાલિબાનની નવી સરકારમાં જોડાઇ તેવી પણ સંભાવના
- સૂત્રો આ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે
નવી દિલ્હી: તાલિબાને જ્યારે અફઘાનિસ્તાનના બાનમા લીધુ ત્યારે દેશ છોડીને ભાગી ચૂકેલા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની હવે પાછા અફઘાનિસ્તાન ફરશે તેવા અહેવાલો વહેતા થયા છે.
સૂત્રો અનુસાર, અશરફ ગની અફઘાનિસ્તાન પાછા ફરવાની સાથોસાથ તાલિબાનની નવી સરકારમાં સામેલ પણ થઇ શકે છે. આપને જણાવી દઇએ કે તાલિબાને 15 ઑગસ્ટના રોજ કાબૂલમાં પ્રવેશ કર્યો હતો અને નિયંત્રણ કર્યું હતું.
આ પછી ડરી ગયેલા તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને રવાના થયા હતા. જો કે તેમના વિમાનને તજાકિસ્તાન લેન્ડિંગ કરવાની પરવાનગી નહોતી આપવામાં આવી અને તેઓ અંતે UAE પહોંચ્યા હતા. હાલમાં તેમને તેમના પરિવાર સાથે UAEમાં શરણ આપવામાં આવ્યું છે.
ગનીના આ રીતે દેશ છોડી દેવાથી આમ જનતામાં પણ નારાજગી છે.તેમનુ કહેવુ છે કે, મુશ્કેલીમાં તેઓ લોકોને સાથ આપવાની જગ્યાએ દેશ છોડીને ભાગી ગયા હતા.જોકે ગનીએ તેનો ખુલાસો કરતા કહ્યુ હતુ કે ,હું દેશમાં રોકાયો હોય તો લોહી રેડાત ,તેના કારણે મેં દેશ છોડવાનુ પસંદ કર્યુ હતુ.