આજકાલ ‘ફ્રિલ સ્લિવ’નો જોરદાર ચાલી રહેલો ટ્રેન્ડ, વેસ્ટન વેર હોય કે ટ્રેડિશનલ સૌ કોઈની પસંદ બની છે આ સ્લિવ
- ફ્રીલ સ્વિલનો વધતો ટ્રેન્ડ
- એક લેયરથી લઈને 4 લેટરમાં જોવા મળે છે આ સ્લિવ
- શોર્ટ-લોંગ બન્ને સ્લિવમાં આ ફ્રીલ ડિઝાઈન આપે છે શાનદાર લૂક
યુવતીઓ પોતાને સારો લૂક આપવા માટે અવનવા કપડા અને સાથે સ્લિવ તથા નેકની ડિઝાઈનને પણ ખાસ મહત્વ આપે છે, ત્યારે આજકાલ તમે જોયું હશે કે ઘેર વાળી સ્વિલ અને તેમાં પણ પાછા બે થી ત્રણ લેયર હોય તેવી સ્લિવનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આ પ્રકારની સ્લિવ માત્ર બ્લાઉઝ કે ડ્રેસમાં જ નહી પરંતુ ખાસ કરીને વેસ્ટર્ન વેર એટલે કે ટોપમાં ખાસ જોવા મળી રહી છે, આજકાલ દરેક યુવતીઓની પસંદ બની છે આ સ્લિવ કે જેનું નામ છે ફ્રીલ સ્લિવ
ખાસકરીને કોટન ડ્રેસ, ટોપ અને કુર્તી તેમ જ ટ્યુનિક પર આ સ્લિવની શોભા વધી જાય છે. આ સહીત હવે તો આ સ્લિવ કોટન ઉપરાંત શિફોન, જ્યોર્જટ, મલમલ અને હેન્ડલૂમમાંથી બનતાં આઉટફિટમાં પણ ટ્રેન્ડ બની રહી છે.
આ સ્લિવ શોર્ટ તેમજ લોંગ બે પ્રકારની હોય છે, શોર્ટ લેન્થમાં પણ આ સ્લિવ આકર્ષક લૂક આપે છે જ્યારે લોંગ લેન્થની સ્લિવમાં 2 થી વધુ લેયર લગાવીને સ્લિવને વધુ સુંદર બનાવવામાં આવે ચે જે તમને ખૂબદ આકર્ષક દેખાવ આપવાની સાથે ક્મફર્ટેબલ પણ રહે છે.
આમ તો આ ફેશન 70 અને 80ના દાયકામાં જોવા મળતી હતી જે ફરી જોવા મળી રહી છે, ફેશન સમય સાથે પુનરાવર્ત પામે છે તે વાત સત્ય છે,આ સ્લિવનો તે દાયકાની હિન્દી ફિલ્મોની હિરોઇનોના ડ્રેસ, ટોપ, સાડીના બ્લાઉઝ અને લોંગ ગાઉનમાં ખાસ જોવા મળતો હતો. શર્મીલા ટાગોર, મુમતાઝ, નિતુસિંહ, ટીના મુનિમ, હેમા માલિની જેવી અનેક અભિનેત્રીઓ આ પ્રકારના ફ્રિલ સ્લિવના આઉટફીટમાં શાનદાર લૂક આપતી જોવા મળતી હતી.