- કાબૂલ એરપોર્ટના ત્રણ ગેટ્સ પર હવે તાલિબાનનો કબજો
- હવે અમેરિકી સૈનિકોનું એરપોર્ટના એક નાના ભાગ પર જ નિયંત્રણ છે
- તાલિબાનનો ખોફ સતત વધી રહ્યો છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી આતંકી હુમલાનો જવાબ ભલે અમેરિકાએ એરસ્ટ્રાઇકથી આપ્યો હોય પરંતુ તાલિબાનનો ખોફ હજુ પણ સતત વધી રહ્યો છે. હવે પ્રાપ્ત થઇ રહેલા સમાચાર અનુસાર, અમેરિકા અને ગઠબંધન દળોએ કાબૂલ એરપોર્ટના 3 ગેટ્સનું સંચાલન તાલિબાનને સોંપી દીધુ છે.
ગ્રૂપના એક અધિકારી ઇનહામુલ્લા સામાનગની અનુસાર હવે અમેરિકી સૈનિકોનું એરપોર્ટના એક નાના ભાગ પર જ નિયંત્રણ છે. જેમાં એક એવુ ક્ષેત્ર પણ સામેલ છે, જેમાં એરપોર્ટની રડાર સિસ્ટમ સ્થિત છે. તાલિબાને બે સપ્તાહ પહેલા એરપોર્ટ મેન ગેટ પર વિશેષ દળની એક યૂનિટ તૈનાત કર્યું હતું જે એરપોર્ટની સુરક્ષા તેમજ તકનિકી જવાબદારી સંભાળવા માટે તૈયાર હતું.
યૂએસે (US) તાલિબાનના એરપોર્ટના ગેટનું નિયંત્રણ એવા સમયે સોંપ્યું છે, જ્યારે થોડા દિવસ પહેલા 26 ઓગસ્ટના ISIS-K આતંકવાદીઓએ (Terrorists) સુવિધાના પૂર્વ ગેટ પર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં 170 અફઘાન અને 13 અમેરિકી સૈનિક (US Army) માર્યા ગયા હતા.
નોંધનીય છે કે, શનિવાર મોડી રાતે સૈન્ય વિમાનો સહિત ડઝન ફ્લાઇટ્સે એરપોર્ટથી ઉડાન ભરી. 15 ઓગસ્ટના તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી કાબુલના પ્રથમ એરપોર્ટ પર લગભગ 6 હજાર અમેરિકી અને ગઠબંધન દળો સહિત અફઘાન વિશેષ દળોનું એક એકદમ બહાર કરવામાં આવ્યું હતું.