બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં મોડી રાત્રે કાર અકસ્માતમાં સાતનાં મોત
- બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં અકસ્માત
- મોડી રાત્રે 1.45 વાગ્યે સર્જાયો અકસ્માત
- 3 મહિલાઓ સહિત 7 લોકોના કરુણ મોત
- ઇલેક્ટ્રિક પોલ સાથે અથડતા કારનો બુકડો
કર્ણાટક: બેંગલુરુમાં મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યાં કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. તેઓ બધા કારમાં હતા.
મળતી માહિતી મુજબ, અકસ્માત મોડી રાત્રે લગભગ 1.45 વાગ્યાની આસપાસ થયો હતો. આ અકસ્માત બેંગલુરુ શહેરના કોરમંગલામાં થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાર ખૂબ સ્પીડમાં આવી રહી હતી અને તેના કારણે તે અનિયંત્રિત રીતે ઇલેક્ટ્રિક પોલ સાથે ટકરાઈ હતી.
આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જેમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ જતા રસ્તામાં મોત થયું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 3 મહિલાઓ અને 4 પુરુષો છે.