દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે 9 ન્યાયમૂર્તિઓએ શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવુ પ્રથમવાર બન્યું છે કે, એક સાથે 9 ન્યાયમૂર્તિઓએ શપથ લીધા હોય. જેમાં 3 મહિલા ન્યાયમૂર્તિઓનો પણ સમાવેશ થાય છે. મહિલા ન્યાય મૂર્તિમાં જસ્ટિસ નાગરત્ના પણ સામેલ છે. જેઓ વર્ષ 2027માં શેદના પ્રથમ હિલા ચીફ જસ્ટીસ બની શકે છે. આ ઉપરાં જસ્ટીસ પી.સી.નરસિમ્હાનો સમાવેશ થાય છે તેઓ સુપ્રીમમાં એપોઈન્ટ થયાં છે. તેઓ 2028માં ચીફ જસ્ટીસ બની શકે છે.
- જસ્ટીસ બી.વી.નાગરત્નાઃ વર્ષ 2008માં કર્ણાટક હાઈકોર્ટમાં એડિશનલ ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ થઈ હતી. 2010માં તેમની કાયમી ન્યાયમૂર્તિ તરીકે નિમણુંક કરાઈ હતી. 2012માં ફેક ન્યૂઝના બનાતા બનાવોને જોઈને જસ્ટીસ નાગરત્ના અને અન્ય ન્યાયમૂર્તિઓએ કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો હતો કે, મીડિયા બ્રોડકાસ્ટિંગને રેગ્યુલેટ કરવાની સંભાવનાઓની તપાસ કરે, જો કે, તેમણે મીડિયા ઉપર સરકારી નિયત્રણના ખતરા અંગે પણ માહિતગાર કર્યાં હતા.
- જસ્ટીસ હિમા કોહલીઃ તેલંગાણા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા. તેઓ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનનારા પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ હતા. દિલ્હી હાઈકોર્ટમાં પણ ન્યાયમૂર્તિ રહી ચુક્યાં છે. જસ્ટીસ કોહલીને ભારમાં લીગલ એજ્યુકેશન અને લીગલ મદદને લઈને જોડાયેલા કેસને લઈને ઓળખવામાં આવે છે.
- જસ્ટીસ બેલા ત્રિવેદીઃ ગુજરાત હાઈકોર્ટમાં 9 ફેબ્રુઆરી 2016માં ન્યાયમૂર્તિ હતા. 2011માં હાઈકોર્ટમાં એડિશનલ ન્યાયમૂર્તિ હતા. આ પહેલા રાજસ્થાન હાઈકોર્ટમાં પણ એડિશનલ ન્યાયમૂર્તિ રહી ચુક્યાં છે. તેમનું પુરુ નામ બેલા મનધૂરિયા ત્રિવેદી છે.
- જસ્ટીસ અભય શ્રીનિવાસ ઓકાઃ બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ અને કાયમી ન્યાયમૂર્તિ રહી ચુક્યાં છે. 2019માં કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણુંક કરાઈ હતી. જસ્ટિસ ઓકા સિવિલ, કોન્સ્ટિટ્યુશનલ અને સર્વિસ મેટરમાં સ્પેશિયાલિસ્ટ હોવાનું મનાય છે. કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકેના કાર્યકાળમાં તેમણે લોકોના મૌલિક અધિકારોની રક્ષા અને અત્યાચારને લઈને નિર્દેશ કર્યાં હતા.
- જસ્ટિસ વિક્રમ નાથઃ ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ રહી ચુક્યાં છે. આ ઉપરાંત અલ્હાબાદ હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ રહી ચુક્યાં છે. આ પહેલા તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણુંક થઈ હતી. જો કે, કેન્દ્રએ આ ભલામણ ના મંજૂર રાખી હતી. 2020માં કોરોના મહામારી દરમિયાન દેશના પહેલા ચીફ જસ્ટીસ હતા કે જેમણે હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ કાર્યવાહી શરૂ કરી હતી.
- જસ્ટિસ જિતેન્દ્ર કુમાર માહેશ્વરીઃ સિક્કિમ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ રહી ચુક્યાં છે. આ પહેલા તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પણ ન્યાયમૂર્તિ રહી ચુક્યાં છે. તેમણે મધ્યપ્રદેશમાં મેડિકલ સુવિધાઓની ખામીઓને લઈને પીએસડી પણ કરી હતી.
- જસ્ટીસ પીએસ નરસિમ્હાઃ બારમાંથી સુપ્રીમ કોર્ટમાં નિમણુંક પામનારા તેઓ પહેલા જજ છે. બાર કાઉન્સિલમાંથી સુપ્રીમ કોર્ટમાં નિમણુંક પામનારા દેશના તેઓ નવમાં ન્યાયમૂર્તિ છે અને 2028માં તેઓ ચીફ જસ્ટીસ પણ બની શકે છે. 2014થી 2018 સુધી એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચુક્યાં છે.
- જસ્ટીસ એમએસ સુંદરેશઃ કેરલ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ છે. 1985માં તેમણે વકીલાતની શરૂઆત કરી હતી. ચેન્નાઈમાં બીએ કર્યાં બાદ મદ્રાસ લો કોલેજમાંથી વકીલાતની ડીગ્રી મળવી હતી.
- જસ્ટીસ સીટી રવિઃ કેરલ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રહી ચુક્યાં છે. તેમના પિતા મેજિસ્ટ્રીયલ કોર્ટમાં બેંચ કલાર્ક હતા.તેમણે વર્ષ 2013માં ભ્રષ્ટાચારના કેસમાં નોંધ કરી હતી કે, કાનૂનની ઉંમર મોટી હોય છે પરંતુ જીંદગી ટુંકી હોય છે. તેમજ તેમણે બે કેસ અલગ કરી નાખ્યાં હતા જેથી તેની ટ્રાયલ ઝડપથી પૂર્ણ થાય.