કોરોના મહામારી વચ્ચે હવે આ રહસ્યમયી બીમારીનો ખતરો વધ્યો, જાણો તેના લક્ષણો
- કોરોના મહામારી વચ્ચે હવે આ રહસ્યમયી બીમારીએ ચિંતા વધારી
- પશ્વિમી ઉત્તરપ્રદેશના મથુરા જીલ્લામાં રહસ્યમયી બીમારી હવે સ્ક્રબ ટાઇફસના રૂપમાં સામે આવી છે
- આ બીમારીથી જીલ્લામાં અત્યારસુધીમાં 12 લોકો સંક્રમિત થયા
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવે વધુ એક જીવલેણ બીમારી સામે આવી છે. પશ્વિમી ઉત્તરપ્રદેશના મથુરા જીલ્લામાં રહસ્યમયી બીમારી હવે સ્ક્રબ ટાઇફસના રૂપમાં સામે આવી છે. જ્યારે આ બીમારી વિશે જાણ થઇ ત્યારે તેનું સેમ્પલ લેવામાં આવ્યું. આ સેમ્પલ લીધા બાદ ખબર પડી કે આ બીમારી સ્ક્રબ ટાઇફસ છે. આ બીમારીથી જીલ્લામાં અત્યારસુધીમાં 12 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે.
ગુવાહાટીમાં પણ સ્ક્રબ ટાઇફસના કેસ મળ્યા બાદ કોવિડ હોસ્પિટલને 15 દિવસ માટે બંધ કરવામાં આવી છે. આ બીમારીના અહીંયા 29 દર્દીઓ સામે આવ્યા છે. આ બેકટેરિયલ બીમારીમાં હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પણ આવ્યા હતા.
ઓરિયેટિયા સુટસુગમુશી નામના જીવાણુથી આ બીમારી થાય છે. આ એક પ્રકારના જીવાણુના કરડવાથી થાય છે. સ્ક્રબ ટાઇફશ એક જીવાણુજનિત સંક્રમણ છે જે લોકોને મોતના મોમાં ધકેલી શકે છે. તેના લક્ષણો ઘણા અંશે ચિકનગુનિયાને મળે છે.
તેનાથી બચવા માટે કપડા તેમજ પથારી પર પરમેથ્રિન અને બેંઝિલ બેંજોલેટનો છંટકાવ કરવો.
તેના લક્ષણોમાં તાવ, માથું દુઃખવું, શરીરમાં દર્દ, અને સ્કીન પર કાળા ચકામા થવા લાગે છે. અનેક કેસમાં માંસપેશીમાં સોજાની ઘટના પણ સામે આવી છે.