પાકિસ્તાન ક્રિકેટના પૂર્વ કેપ્ટનનો છલકાયો તાલિબાન પ્રેમ, તાલિબાનના કર્યા વખાણ
દિલ્હીઃ અફઘાનિસ્તાન ઉપર તાબિલાને સત્તા હાંસલ કરતા હાલ ત્યાં અરાજકતા ફેલાયેલી છે. દુનિયાના અનેક દેશો તાલીબાનનો વિરોધ કરી રહ્યાં છે. જો કે, પાકિસ્તાન અને તેનું મિત્ર ચીન તાલીબાનને ખુલ્લુ સમર્થન આપી રહ્યાં છે. દરમિયાન પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ શાહિદ અફરીદીનો તાબિલાન તરફી પ્રેમ સામે આવ્યો છે. શાહિદ આફરીદીએ જણાવ્યું હતું કે, આ વખતે ઘણુ બધુ બદલાઈ ગયું છે. તાલિબાનીઓ મહિલાઓને કામ કરવા દે છે અને ક્રિકેટને પણ પસંદ કરે છે.
પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને વધુમાં જણાવ્યું હતું કે, તાલિબાન આ વખતે પોઝિટીવ ફ્રેમ માઈન્ડ સાથે આવ્યાં છે. જે પહેલા નજરે પડતું ન હતું. મહિલાઓને કામ કરવા દેવાનું, રાજકારણમાં મંજુરી આપવામાં આવી રહી છે. તાલિબાન ક્રિકેટને પણ સમર્થન આપી રહ્યાં છે. શ્રીલંકાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિરીઝ નથી રમાઈ પરંતુ તાલિબાન ક્રિકેટને સમર્થન આપે છે.
અગાઉ પણ અફરીદી તાલિબાનને લઈને સકારાત્મક નિવેદન આપી ચુક્યાં છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે તેઓ અનેક વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યાં છે. આ ઉપરાંત પીઓકેમાં આયોજીત પ્રીમીયર લીગને પણ તેમણે સમર્થન આપ્યું હતું. પાકિસ્તાન પણ સતત તાલિબાનને સમર્થન આપી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સત્તામાં આવ્યાં પહેલા પણ તાલિબાનને સમર્થન આપતા હતા. વડાપ્રધાન બન્યા બાદ પણ ઈમરાન ખાન ખુલ્લુ સમર્થન આપી રહ્યાં છે. બીજી તરફ તાલિબાન પણ પાકિસ્તાનને પોતાનું બીજુ ઘર માને છે. જો કે, તાલિબાનોએ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે બંને દેશોએ વાતચીતથી ઉકેલ લાવવાનું સૂચન કર્યું હતું.