દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ, IMD એ આજે પણ દિવસભર વરસાદ શરૂ રહેવાની આપી ચેતવણી
- દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ
- IMD એ દિવસભર વરસાદ શરૂ રહેવાની આપી ચેતવણી
- વરસાદના પગલે ઘણા રસ્તા બંધ, પાણી ભરાવાની સમસ્યા
દિલ્હી:હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે દિલ્હી-એનસીઆરમાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો. અને આજે વહેલી સવારથી વરસાદ શરૂ છે.ભારતીય હવામાન વિભાગ મુજબ, દિલ્હી,એનસીઆર -ગુરુગ્રામ, માનેસર, ફરીદાબાદ, બલ્લભગઢ, તોશામ, ભિવાની, ઝજ્જર, નારનોલ, મહેન્દ્રગઢ, કોસલીના વિવિધ વિસ્તારોમાં આગામી 2 કલાક દરમિયાન મધ્યમ થી ભારે વરસાદ થવાની સંભાવના છે. વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે.
દિલ્હીના ઘણા વિસ્તારોમાં મંગળવારની સવારે વરસાદ શરૂ થયો, જેના કારણે પાણી ભરાયા હતા અને ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ટ્રાફિક પોલીસ અને જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, AIIMS ફ્લાયઓવર,હયાત હોટલ પાસે રિંગ રોડ પર, સાવિત્રી ફ્લાયઓવરની બંને બાજુ, મહારાણી બાગ, ધૌલા કુઆનથી 11 મુર્તિ રોડ, શાહજહાં રોડ, ITO K. W પોઇન્ટ, લાલા લાજપત રાય માર્ગ અને મૂળચંદ અંડરપાસ વિસ્તારો સામેલ છે જ્યાં પાણી ભરાયા હોવાની જાણ થઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે પાણી ભરાવાના કારણે કેટલાક માર્ગો પર ટ્રાફિક પ્રભાવિત થયો હતો અને લોકોને તે માર્ગોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે ટવિટ કરીને જણાવ્યું હતું કે, IOCL દ્વારકાથી NSG દ્વારકા સુધીનો માર્ગ પાણી ભરાવાના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. કૃપા કરીને આ માર્ગનો ઉપયોગ કરવાનું ટાળો. નારાયણ રોડને પણ ટાળો કારણ કે નારાયણથી ધૌલા કુઆન વચ્ચે ક્ષતિગ્રસ્ત રસ્તાને કારણે ભારે ટ્રાફિક જામ છે.