ફણસ ખાવાથી વધે છે ઈમ્યૂનિટીઃ જાણો તેના સેવનથી આરોગ્યને થતા અનેક ફાયદા
- ફણસનો ઉપયોગ આરોગ્યને રાખે છે તંદુરસ્ત
- ઈમ્યુનિટી લેવલ સારુ જળવાઈ રહે છે
ફળો ખાવાથી અનેક લાભ થતા હોય છે. તે વાત આપણે સો કોઈ જાણીએ છીએ. જો કે દરેક ફળોમાં પોતપોતાના ગુણઘર્મો સમાયેલા હોય છે, સિઝન સાથે આવતા ફળો તેના ગુણોથી સભર હોવાને કારણ તે શરીરને અનેક રીતે ફાયદો કરાવે છે, આ ફળોમાં આજે વાત કરીશું ફણસની. જેને ચાપા કરીકે પણ ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં તેને જેક ફ્રૂટ કહેવામાં આવે છે.
ખાસ કરીને ફણસ જ્યારે કાચૂ હોય ત્યારે તેનો શાક બનાવવામાં ઉપયોગ થાય છે અને જ્યારે તે પાકી જાય ત્યારે તેનો ફળ તરીકે ખાવામાં ઉપયોગ થાય છે, આ સાથે જ ફણસની અંદર નાની નાની ગોટલીને પણ ષેકીને ખાવામાં આવે છે સ્વાસ્થ્ય માટે ફણસનું સેવન રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
આ ફળમાંથી દૂધ જેવું સફએદ પ્રવાહી મોટા પ્રમાણમાંમ નિકળે છે અને તે પ્રદાર્થ ચીકણો પમ હોય છે જેથી તેને સમારતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે.
જાણો ફણસ ખાવાથઈ થયા ફાયદાઓ
- જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય તો ફણસ તેના માટે રામબાણ ઉપાય ગણાય છે.ફણસની છાલમાંથી નીકળતું દૂધ જેવું પ્રવાહી સોજા, ઘા તેમજ ઘવાયેલા અંગો પર લગાવવાથી મોટી રાહત થાય છે.
- ફણસમાં મોટી માત્રામાં સુગર અને ડાયેટરી ફાઇબરનો સ્ત્રોત રહેલો હોય છે, જેને સપગર લેવલ લોની સમસ્યા હોય તે લોકો માટે આ ફળ ખૂબ ફઆયદા કારક સાબિત થાય છે.
ફણસ અલ્સર અને પાચન સંબંધીત સમસ્યાઓને દૂર કરે છે. કબજીયાતની સમસ્યા પણ ફણસ ખાવાથી દૂર થાય છે - ફણસ ખાસ કરીને વિટામિન C, વિટામીન B કોમ્પલેક્સથી અત્યંત સમૃદ્ધ હોવાથી તે આપણી પાચન શક્તિને સુધારવામાં ખૂબજ ઉપયોગી નિવડે છે.
- આ સાથે જ ફણસનું સેવન શરીરની ઇમ્યુનિટી વધારવા અને ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડવામાં મદદગાર સાબિત થાય છે.
- ફણસ ફાઇબર, વિટામિન એ, વિટામિન સી, થાયમીન, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન અને જિંકથી ભરપૂર હોય છે.
- ફણસમાં હજાર પોટેશિયમ જે આપણાને થતી હૃદયની સમસ્યાથી છૂટકારો અપાવવામાં અસરકારક સાબિત થાય છે
- હાડકા માટે ફણસ ખૂબ જ ગુણકારી હોય છે. તેમા હાજર મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે
- ફણસમાં આયરનનું પ્રમાણ ભરપુર હોય છે જેનાથી એનીમિયાની સમસ્યાથી છૂટકારો મળે છે.આ સાથે જ ફણસના સેવનથી રક્ત પ્રવાહ પણ સારો રહે છે.