ચોમાસાની સિઝનમાં સ્ટાઈલીશ દેખાવા અપનાવો આ ટ્રિક,જે તમને આપશે આરામદાયક અને શાનદાર લૂક
- પારદર્શક રેઈનકોટ તમારી ફેશનને જાળવી રાખે છે
- વરસાદમાં અનેક પ્રકારના ફ્રેન્સી કોટ તમને સ્ટાલીશ બનાવે છે
ચોમાસાની મોસમ જાણે ફરીથી આવી ગઈ છે. આ સિઝનમાં આઉટફિટ્સનો ટ્રેન્ડ સંપૂર્ણપણે બદલાયેલો જોવા મળી રહ્યો છે. આ દિવસો માટે આપણે ખાસ ની શોધમાં હોઈએ છીએ, જે આપણાને સ્ટાલીશ બનાવાની સાથએ સાથે કમ્ફર્ટ પણ હોય, જે ફેશન તેમજ સિઝનની સાથે બંઘ બેસે છે. જો તમે આ સીઝન માટે સ્ટાલીશ દેખાવા ઈચ્છો છો, ચો આ ફેશન ટ્રેન્ડને ફોલો કરી શકો છે.
આ સિઝનમાં કયા પોશાક પહેરવા અને શું ન પહેરવું તેનું ખાસ ધ્યાન આપવું જોઈએ. જેથી તમારા માટે કેટલીક શાનદાર ફેશન હેક્સ લાવ્યા છીએ. જે આ વરસાદી ઋતુમાં બેસ્ટ ઓપ્શન છે. જેમાં તમે આરામદાયક ફિલ કરશો અને સાથે સ્ટાઇલીશ દેખાશો.
રેઈનકોટ
વરસાદની ઋતુ છે અને રેઇનકોટ ન હોય તેવું શ્કય ક્યાથી બને. ત્યારે તમારે સ્ટાલીશ દેખાવા માટે રંગીન રેઈનકોટનો ઉપયોગ કરવો જોઈએ, જો કે રંગીનમાં પણ આ સમયે પારદર્શક રેઈનકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે તમારે સુંદર ડ્રેસ ઉપર નકામો રેઇનકોટ પહેરવો પડશે નહીં. આ પારદર્શક રેઇનકોટમાં તમારો ડ્રેસ પણ દેખાશે. આ સાથે, તમે સ્ટાઇલિશ પણ દેખાશો.
ટ્રેચ કોર્ટ
સામાન્ય રીતે આ પ્રકારનો કોટ શિયાળામાં પહેરવામાં આવે છે પરંતુ તમે તેને ચોમાસામાં પણ પહેરી શકો છો. આ ચોમાસાની સિઝન માટે શ્રેષ્ઠ કોટ સાબિત થાય છે. ફક્ત ધ્યાનમાં રાખો કે તેનો ઉપયોગ કરતી વખતે, તેની સાથે છત્રી લેવાનું ભૂલશો નહીં.નહી તો પલળવાની શક્યતાઓ વધે છે, આ કોટથી તમે સ્ટાલીશ દેખાઈ શકો છો અને આરામદાયક અનુભવ કરી શકો છો. પહેરવામાં ખૂબ જ સરળ રહે છે
કોટે઼ જિન્સ
કોટેડ સ્કિની જિન્સ ખૂબ જૂના જમાનાની ફેશન છે. પરંતુ ફરી એકવાર તે ફેશનમાં ટ્રેન્ડ કરી રહી છે. આ કોટેડ જીન્સ પહેરીને, તમને લાગશે કે તમે ચામડું પહેર્યું છે.
શૂઝ
વરસાદી ઋતુમાં શૂઝ ખૂબ મહત્વનો ભાગ છે. હવે જ્યારે તમે રેઇન ડ્રેસ સારી રીતે પહેર્યો છે, પણ બૂટ પહેર્યા નથી, તો તમારો આખો લૂક નકામો છે. તેથી જ તમે આ સિઝનમાં ક્લાસિક કલર બૂટ ખરીદો છો. જે તમારા બજેટમાં છે. આ સાથે, તમારા દેખાવને પૂર્ણ કરવા સાથે, તમારા પગની સુંદરતાનું ધ્યાન યોગ્ય રીતે આપવું જરુરી છે