1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાન છોડતા પહેલા અમેરિકાએ તાલિબાનીઓને આપ્યો મોટો ઝટકો, જાણો શું કર્યું?
અફઘાનિસ્તાન છોડતા પહેલા અમેરિકાએ તાલિબાનીઓને આપ્યો મોટો ઝટકો, જાણો શું કર્યું?

અફઘાનિસ્તાન છોડતા પહેલા અમેરિકાએ તાલિબાનીઓને આપ્યો મોટો ઝટકો, જાણો શું કર્યું?

0
Social Share
  • અમેરિકા એફઘાનિસ્તાન છોડતા પહેલા તાલિબાનને આપ્યો ઝટકો
  • અમેરિકાએ તેના ત્યાં પડેલા 70થી વધુ એરક્રાફ્ટ નિષ્ક્રિય કર્યા
  • આ સાથે જ હવે તાલિબાન આ એરક્રાફ્ટ ક્યારેય ઉડાવી નહીં શકે

નવી દિલ્હી: સોમવારે મધરાતે અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનની વાપસી કરી અને તેમના જતા જ તાલિબાને કાબૂલ એરપોર્ટ પર કબજો જમાવી દીધો પરંતુ અહીં રાખેલા વિમાનો તાલિબાન ક્યારેય ઉપયોગ નહીં કરી શકે. તેનું કારણ એ છે કે અમેરિકી સૈન્યએ આ વિમાનોને નિષ્ક્રિય કરીને ગઇ છે. હવે આ અત્યાધુનિક વિમાનો માત્ર ભંગારમાં ફેરવાયા છે.

અમેરિકા જે એરક્રાફ્ટને કાબૂલમાં જ છોડીને જતુ રહ્યું તે બધા જ હવે માત્ર શોભાના ગાઠિયા સમાન બની ગયા છે. તે માત્ર ભંગાર બની ગયા છે. અમેરિકાનો દાવો છે કે આ બધા વિમાનો બેકાર છે. જેટલા પણ અમેરિકી વિમાનો તાલિબાનના કબજામાં છે તેમાંથી એકપણ તાલિબાનને કામે લાગશે નહીં. તાલિબાન આ વિમાન ઉડાવી શકશે નહીં.

કાબૂલ એરપોર્ટ પર અમેરિકી શિનુક અને MD જેવા હેલિકોપ્ટર્સ ઊભા છે. પરંતુ આ હેલિકોપ્ટર્સ ક્ષતિગ્રસ્ત છે. કારણ કે તેને ડેમેજ કરવામાં આવ્યા છે. આ સાથે જ વિશ્વ હવે રાહતનો શ્વાસ લેશે.

સેન્ટ્રલ કમાન્ડિંગ હેડ જનરલ કેનેથ મેકેન્ઝી અનુસાર 73 એરક્રાફ્ટ જે હામિદ કરઝઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊભા છે તેને ડિસેબલ કરી દેવાયા છે. આ વિમાન હવે ક્યારેય ઉડાન નહીં ભરી શકે. તેને ક્યારેય ઑપરેટ પણ નહીં કરી શકાય.

અમેરિકી સેના લગભગ 70 માઇન રેઝિસ્ટેન્ટ એમ્બુશ પ્રોટેક્શન વ્હીકલ એરપોર્ટ પર છોડીને આવી છે. આ વ્હીકલ IED બ્લાસ્ટ તેમજ દુશ્મનોના હુમલાનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવે છે. એક વ્હીકલની કિંમત 10 લાખ ડોલર છે. સેનાએ તેને પણ નિષ્ક્રિય કરી નાખ્યા છે.

અમેરિકી સેના આ વિમાન અને વ્હીકલ છોડીને ગઈ
33- MI17 વિમાન
33- UH60 બ્લેકહોક હેલિકોપ્ટર
43- એમડી 530 હેલિકોપ્ટર
73- એરક્રાફ્ટ
70- બખ્તરબંધ ગાડીઓ
27- HUMVEES

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code