30 લાખ ભારતીય યૂઝર્સના વોટ્સએપ એકાઉન્ટ નિષ્ક્રિય, જાણો કંપનીએ શા માટે લીધો આ નિર્ણય
- 30 લાખ ભારતીય યૂઝર્સના વોટ્સએપ એકાઉન્ટ બંધ
- વોટ્સએપે 46 દિવસના સમયગાળાનો તેનો બીજો મંથલી રિપોર્ટ પ્રસિદ્વ કર્યા
- નવા આઇટી નિયમો 26 મે, 2021ના રોજ લાગૂ કરવામાં આવ્યા હતા
નવી દિલ્હી: વોટ્સએપે એક મોટી કાર્યવાહી કરી છે. 16 જુલાઇથી 31 જુલાઇની વચ્ચે કંપનીએ 30 લાખ જેટલા ભારતીય યૂઝર્સના એકાઉન્ટ નિષ્ક્રિય કરી દીધા છે.
IT નિયમ અનુસાર વોટ્સએપે 46 દિવસના સમયગાળાનો તેનો બીજો મંથલી રિપોર્ટ પ્રસિદ્વ કર્યા છે. કંપનીએ કહ્યું કે વોટ્સએપ પર 3,27,000 ઇન્ડિયન એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકાયો છે.
છેલ્લા થોડા વર્ષોમાં વોટ્સએપે તેના યૂઝર્સને પ્લેટફોર્મ પર સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજી આધુનિક ટેક્નોલોજી, ડેટા વૈજ્ઞાનિકો તેમજ વિશેષજ્ઞો અને પ્રક્રિયાઓમાં સુધારો કર્યો છે.
16 જૂનથી 31 જુલાઇની વચ્ચે એકાઉન્ટ સપોર્ટ, બેન અપીલ, અન્ય સપોર્ટ, પ્રોડક્ટ સપોર્ટ તેમજ સેફ્ટીમાં 594 યૂઝર્સ રિપોર્ટ મળ્યા છે.
નવા આઇટી નિયમો 26 મે, 2021ના રોજ લાગૂ કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે, કંપનીઓએ દર મહિને અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા પડશે. આ અહેવાલોમાં તે જણાવવું જરૂરી છે કે કંપનીને કેટલી ફરિયાદો મળી છે.