બાયોલોજિકલ ઈ-લિમિટેડની કોરોનાની વેક્સિન ‘કોર્બેવેક્સ’ ને ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI એ આપી મંજૂરી
- બાયોલોજિકલ ઈ-લિમિટેડની વેક્સિને પરિક્ષણની મંજુરી
- કોરોનાની વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI આપી મંજૂરી
દિલ્હીઃ- ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ એ વિતેલા દિવસને બુધવારે હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બાયોલોજિકલ ઈ-લિમિટેડને પાંચથી 18 વર્ષની વય જૂથ ધરાવતા બાળકો પર તેના દ્વારા ઉત્પાદિત સ્વદેશી કોરોનાની વેક્સિનના બીજા અને ત્રીજા ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી આપી હતી.
મળતી માહિતી પ્રમાણે બાયોલોજિકલ ઇ લિમિટેડની ‘કોર્બેવેક્સ’ વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ દેશમાં 10 સ્થળોએ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કો કોરાનાના સંક્રમણની ચિંતા બાળકો માટે વધુ સતાવી રહી છે જેને લઈને વેક્સિન ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જાય તેની કેન્દ્ર સરકારની કવાયત છે,જો ત્રી તરંગ આવે છે અને દરેક લોકોએ વેક્સિન લીધી છે તો કોરોનાની અસરકારકતા ઘટી શકે છે,જેથી બાળકો માટેની વેક્સિનની પણ રાહ જોવાઈ રહી છે.
વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સનો ઉદ્દેશ બાળકો અને કિશોરોમાં તેની સલામતી અને અસરકારકતા ઉપરાંત, તેનાથી ઉત્પન્ન થતી એન્ટિબોડીઝની માત્રા નક્કી કરવાનો છે. ડીસીજીઆઈ દ્વારા કોરોના પર વિષય નિષ્ણાત સમિતિની ભલામણોના આધારે રસીનું ક્લિનિકલ ટ્રાયલ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી, DCGI એ દેશમાં વિકસિત ઝાયડસ કેડિલાની વેક્સિનને કટોકટીના ઉપયોગને મંજૂરી આપી છે, જે દેશમાં 12 થી 18 વર્ષની વયના લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવનારી પ્રથમ કોરોના વેક્સિન છે.