1. Home
  2. ગુજરાતી
  3. સિદ્ધાર્થ શુક્લાના આજે થશે અંતિમ સંસ્કાર,અભિનેતાનો મૃતદેહ 11 વાગ્યે પરિવારને સોંપવામાં આવશે
સિદ્ધાર્થ શુક્લાના આજે થશે અંતિમ સંસ્કાર,અભિનેતાનો મૃતદેહ 11 વાગ્યે પરિવારને સોંપવામાં આવશે

સિદ્ધાર્થ શુક્લાના આજે થશે અંતિમ સંસ્કાર,અભિનેતાનો મૃતદેહ 11 વાગ્યે પરિવારને સોંપવામાં આવશે

0
Social Share
  • સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન
  • અભિનેતાના આજે થશે અંતિમ સંસ્કાર
  • અભિનેતાના મૃતદેહને 11 વાગ્યે પરિવારને સોપાશે

મુંબઈ:ટીવી અને ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને ‘બિગ બોસ 13’ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા હવે આપણી વચ્ચે નથી. સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. સિદ્ધાર્થના નિધનથી ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક શોકમાં છે.

બિગ બોસ 13 પછી અભિનેતાની કારકિર્દીને નવી ઉડાન મળી. હવે સિદ્ધાર્થ શુકલાના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો મૃતદેહ આજે સવારે 11 વાગ્યે પરિવારને સોંપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટ-મોર્ટમ રિપોર્ટના આધારે, મુંબઈ પોલીસ તે જ સમયે તેનું સત્તાવાર નિવેદન પણ આપી શકે છે.

સમાચારો અનુસાર, દિવંગત અભિનેતાનો મૃતદેહ સવારે 9 વાગ્યાની આસપાસ બ્રહ્મા કુમારી ઓફિસ લઈ જવામાં આવશે. ત્યાં પૂજા પાઠ થશે, જે બાદ તેમના મૃતદેહને ઘરે લઈ જવામાં આવશે. સિદ્ધાર્થનું ઘર ઓશિવારામાં છે અને ઓશિવરાના બૈકુંઠભૂમિ વરમાં તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સમાચાર અનુસાર, સિદ્ધાર્થ છેલ્લે રાત્રે તેની માતા સાથે વોક કરતો જોવા મળ્યો હતો. સિદ્ધાર્થે પોતે ઘણી વખત કહ્યું હતું કે તે તેની માતાની ખૂબ નજીક છે. સિદ્ધાર્થે વર્ષ 2014 માં ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન અને આલિયા ભટ્ટ હતા.

સિદ્ધાર્થ શુક્લા હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં દેખાયા હતા, આ ફિલ્મમાં તેઓ સપોર્ટીંગ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. વરુણ ધવન સિદ્ધાર્થ શુક્લાના ઘરે ગયા હતા. વરુણ સિવાય રાજકુમાર રાવ, અસીમ રિયાઝ, આરતી સિંહ, રશ્મિ દેસાઈ, જયભાનુશાલી જેવા તમામ સ્ટાર્સ અભિનેતાના ઘરે પહોંચ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર બુધવાર સાંજ સુધી સિદ્ધાર્થ ઠીક હતો અને રાત્રે 3-4 વાગ્યે અભિનેતા થોડો અસ્વસ્થતા અનુભવવા લાગ્યો. તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. તેણે ઠંડુ પાણી માંગ્યું અને સૂઈ ગયો. જે બાદ ફરી સવારે તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી અને પાણી માંગ્યું. પાણી પીતી વખતે તે અચાનક બેહોશ થઈ ગયો. ડોક્ટરની સલાહ પર તેને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં દાખલ થાય તે પહેલા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code