લીલાપાન વાળા શાકભાજીનો સંગ્રહ કરવો છે,તો જાણીલો તેની ટ્રિકસ લાંબો સમય સુધી નહી બગડે
- મેથીની ભાજીને સુકવીને કરીલો સ્ટોર
- એક વર્ષ સુધી આ ભાજી બગડશે નહી
- દાળમાં અને શાકમાં તેનો ઉપયોગ કરી સકાશે
- પનીરના શાકને મેથી બનાવે છે સ્વાદિષ્ટ
સામાન્ય રીતે ગૃહિણો એવા પ્રકારના શાકભાજીને લાંબો સમય સુધી સાચવવા માંગે છે કે જે દરેક શબજીમાં ઉપયોગી સાબિત થાય અને તે સિઝનલ હોય છે જેથી કરીને ઘણી સિઝનમાં મળતા નથી, અને તેમાનું એક શાકભાજી એટલે મેથીની ભાજી, મેથીની ભાજી ખાસ કરીને બટાકા સાથે, પનીરના શાકનો સ્વાદ વધારવા માટે તથા અવનવી વાનગીમાં ટેસ્ટ સાવવા માટે કરવામાં આવે છે.
સામાન્ય રીતે આજકાલસ સુકી મેથીની ભાજી માર્કેટમાં તૈયાર મળે છે , પણ જો તમે ઈચ્છો તો ઘરે જ આ રીતે મેછીની ભઆજી સ્ટોર કરી શકો છો, આ ભાજીનો ઉપયોગ તમે સમગ્ર વર્ષ દરમિયાન કરી શકો છો, દાળ ભાતની મસાલા દાળ મેથીની ભાજીથી વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે ત્યારે ઘરમાં સુકી મેથીની લીલી ભાજી હોવી જરુરી છે, તો ચાલો જોઈએ આ ભાજીને સ્ટોર કરાવી સાચી રીત
સો પ્રથમ જ્યારે પણ મેથીની ભાજીની સિઝન હોય ત્યારે મોટા પ્રમાણમાં મેથીની ભાજીના પાંદડાને તોળી લો, ત્યાર બાદ આ પાંદડાઓને ઘરની અંદર જ પંખા નીતે કોટનના મોટા કાપડમાં સુકવવા રાખીદો, આમ કરવાથી 6 થી 7 દિવસમાં જ મેથીના પાન સંકોજાય જશે ત્યાર બાદ તેને તડકો આપવા માટે એક દિવસ 4 થી 5 કલાક તડકામાં રાખીદો, હવે એક પ્લાસ્ટિકની એર ટાઈટ બેગમાં આ પાંદડા સોચવીલો ,અને આ પ્લાસ્ટિકની બેગ બરણીમાં પેક કરીને રાખો, જ્યારે જ્યારે મેથીની જરુર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો, આ સુકવેલી મેથી 6 મહીનાથી 1 વર્ષ સુધી સારી રહે છે.