દેશમાં ત્રણ દિવસથી સતત કોરોનાનો આંકડો 40 હજારને પાર – છેલ્લા 24 કલાકમાં 42 હજાર કેસ નોંધાયા
- દેશમાં કોરોનાનો વધતો કહેર
- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 42 હજાર નવા કેસો
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો કહેર ફરી વર્તાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, દેશભરમાં છેલ્લા 3 દિવસથી સતતને સતત 40 હજારથી પણ વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કુલ 42 હજાર કોરોના સંક્રમણ ધરાવતા દર્દીઓ મળી આવ્યા છે, જે સરકાર માટે ચિંતાનો વિષય કહી શકાય.
આ સાથે જ 24 કલાક દરમિયાન 330 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તે જ સમયે, 29 હજાર 322 દર્દીઓ એ કોરોનાને માત આપી છે એટલે કે તેઓ હોસ્પિટલમાંથી સાજા થઈ ઘરે ફર્યા છે.એક સારી વાત એ છે કે, કોરોનાથી થતા મૃત્યુઆંકમાં થોડો ઘટાડો નોંધાયો છે. આ પહેલા બે દિવસ સુધી, કોરોનાથી મૃત્યુઆંક 350 ને પાર જતો હતો.
બીજી તરફ કોરોનાના મોટાભાગના નવા કેસ કેરળ રાજ્યમાંથી આવી રહ્યા છે. એક દિવસમાં લગભગ અહીં ત્રીસ હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં પણ કોરોનાની ગતિમાં વેગ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દૈનિક કેસ 5 હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે.
દેશમાં અત્યાર સુધી 3 કરોડ 21 લાખ લોકો કોરોનાને માત આપીને સામાન્ય જીવન જીવી રહ્યા છે. જો કે, ત્રણ કરોડ 29 લાખથી વધુ લોકો આ રોગનો શિકાર બન્યા છે, જ્યારે 4 લાખ 40 હજાર કોરોનાગ્રસ્ત લોકો મૃત્યુ પામ્યા છે. તો આ સાથએ જ દેશમાં રસીકરણને પણ જોરદાર વેગ મળી રહ્યો છએ, દિવસેને દિવસે રસીકરણની પ્રક્રીયા તેજ બનતી જોવા મળી રહી છે.