અમદાવાદઃ રાજ્યમાં રેશનિગના ઘણાબધા કાર્ડ ધારકો રેશનિંગનું અનાજ લેતા જ નથી. હવે રેશન કાર્ડમાં ત્રણ મહિના સુધી સરકારી અનાજ લેવા નહીં આવનારના રેશનકાર્ડ સાયલન્ટ એટલે કે બ્લોક કરી દેવાય છે. અમદાવાદમાં છેલ્લા છ મહિનામાં 14 હજારથી વધુ રેશનકાર્ડ સાયલન્ટ કેટેગરીમાં મુકાયાં છે. સાયલન્ટ રેશનકાર્ડધારકો કેવાયસી કરે પછી જ એક્ટિવેટ થાય છે, ત્યાં સુધી રેશનકાર્ડધારકને પુરવઠા સહિતના સરકારી લાભો મળી શક્તા નથી. રાજ્ય સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવતાં શહેરના 3.50 લાખ સહિત રાજ્યમાં 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને સમયાંતરે સરકારી અનાજ અપાય છે. આમાંથી છેલ્લા 6 મહિના કે 12 મહિનાથી વધુ સમયથી જે રેશન કાર્ડધારકોએ મળવાપાત્ર અનાજનો જથ્થો લીધો ન હતો, તેમના રેશનકાર્ડને ઓનલાઈન પીડીએસ સિસ્ટમમાં સાયલન્ટ એટલે કે બ્લોક કરી દેવાયાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઘણાબધા રેશનકાર્ડ ધારકો અનાજ કે રેશનિંગની કોઈ ચિજ-વસ્તુઓ લેતા નથી. બીજીબાજુ રેશન કાર્ડ ધારક માટેનો ક્વોટા રેશનિંગ દુકાનને ફાળવવામાં આવતો હોય છે. એટલે રેશનિંગની દુકાનમાં જે પુરવઠો સરપ્લસ બને તે વગે પણ થઈ જતો હોય છે. આથી સરકારે નિયમ બનાવ્યો છે. કે, જે રેશન કાર્ડ ધારક છ મહિના સુધી રેશનિંગની વસ્તુઓ લેવા માટે ન આવે તો એવા કાર્ડ ધારકોના કાર્ડ બ્લોક કરી દેવાયા છે. અમદાવાદમાં છેલ્લા છ મહિનામાં 14 હજારથી વધુ રેશનકાર્ડ સાયલન્ટ કેટેગરીમાં મુકાયાં છે સાયલન્ટ કરાયેલા રેશનકાર્ડ ધારકોને હાલ પૂરતું રાશન ઓનલાઈન કે ઓફલાઈન વિતરણ થઈ શકશે નહીં. સિસ્ટમમાંથી બ્લોક કરાયેલા રેશનકાર્ડ ધારકોને અનાજ મેળવવા માટે સંબંધિત ઝોનલ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રકારના ‘સાયલન્ટ રેશન કાર્ડ’ના તમામ સભ્યોના આધાર સીડીંગની પ્રક્રિયા માટે E-KYC ફરજિયાત કરાવવાનું રહેશે. વેરિફિકેશન બાદ જ તે રેશનકાર્ડ એક્ટિવ થઈ શકશે