પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતઃ પંજાબ સરહદે જોવા મળ્યાં બે ડ્રોન
દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદીઓને ડ્રોન મારફતે હથિયારો તથા માદક દ્રવ્યો ભારતમાં સરહદે મોકલવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. દરમિયાન આજે પંજાબ સરહદ પાસે પાકિસ્તાની બે ડ્રોન ઘુસ્યાં હતા. જે પૈકી ભારતીય સુરક્ષા જવાનોએ એકને તોડી પાડ્યું હતું. જ્યારે બીજાની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની આતંકવાદીઓએ હવે ઘુસણખોરી માટે નવો માર્ગ શોધી રહ્યાં છે. દરમિયાન આતંકવાદીઓ દ્વારા ભારતમાં પોતોના આતંકવાદીઓને હથિયારો અને માદક દ્રવ્યો ડ્રોન મારફતે પુરા પાડે છે. પંજાબ અને કાશ્મીર સરહદ ઉપર પાકિસ્તાનમાંથી ડ્રોન મારફતે હથિયારો અને નાણા પુરા પાડવામાં આવે છે. દરમિયાન પંજાબમાં બે ડ્રોન પાકિસ્તાન સીમામાંથી ભારતની સીમામાં પ્રવેશી રહ્યા હોવાની જાણ થતાં જ બીએસએફના જવાનોએ ફાયરીંગ કરીને એક ડ્રોનને તોડી પાડયુ હતું. જયારે બીજા ડ્રોનની તલાસ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ તોડી પડાયેલા ડ્રોનમાં માદક દ્રવ્યો હતો અને તે કાશ્મીરમાં ઘૂસાડીને પંજાબ મારફત દેશમાં ઘૂસાડવાના હતા.
(Photo-File)