રસીકરણ અભિયાનઃ દેશમાં અત્યાર સુધીમાં 68 કરોડ લોકોને કોરોના સામે કરાયા સુરક્ષિત
દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ જ એક મહત્વનું હથિયાર છે. જેથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે દેશમાં કોરોના રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 71.61 લાખ ડોઝ આપવામાં આવ્યાં હતા. આમ અત્યાર સુધીમાં 68.46 કરોડ કોરોનાના ડોઝ આપવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં આ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારો દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર દેશમાં તા. 21મી જૂનથી કોવિડ-19 રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75 ટકા રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે. બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 66.89 કરોડથી વધુ રસી પૂરી પાડી છે અને બીજા 1.56 કરોડ ડોઝ હજુ ઉપલબ્ધ છે. હાલમાં, કોવિડ-19 રસીના 4.37 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે.
રસીકરણ અભિયાનને તેજ બનાવીને 24 કલાકમાં દેશના વિવિધ રાજ્યોમાં લોકોને કોરોનાના 71.61 લાખ ડોઝ આપવામાં આવ્યાં હતા. તેમજ અત્યાર સુધીમાં કુલ 68.46 કરોડ ડોઝ પ્રજાને આપવામાં આવ્યાં છે.