- વોટ્સએપ હવે થશે વધુ રંગીન
- વોટ્સએપ નવું ફીચર લઇને આવી રહ્યું છે
- તેનાથી મેસેજ વાંચવાનો અંદાજ પણ બદલાઇ જશે
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જો કોઇ સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ્લિકેશન હોય તો તે વોટ્સએપ છે. ચેટિંગથી લઇને રોજીંદા અનેક કામો માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે. પોતાના યૂઝર્સના અનુભવને વધુ શાનદાર અને રસપ્રદ બનાવવા માટે વોટ્સએપ સમયાંતરે નવા નવા ફીચર્સ અપડેટ કરતું રહે છે. ચાલો જાણીએ વોટ્સએપમાં શું ફેરફાર થવાના છે.
વોટ્સએપ પોતાના ચેટ બબલને સંપૂર્ણપણે બદલવા પર કામ કરી રહ્યું છે. આ નવા અપડેટ બાદ યૂઝર્સને તેમના ચેટ બોક્સીઝમાં ચેટ બબલ બદલાયેલા જોવા મળશે. વોટ્સએપ અત્યારે વોટ્સએપ ચેટ બબલને અત્યારની સરખામણીએ થોડુ વધારે મોટું કરી રહી છે. તે ઉપરાંત તેનો બેકગ્રાઉન્ડ કલર પણ બદલાઇ રહ્યો છે.
તમને જણાવી દઇએ કે આ અપડેટ ખાસ iOS બીટા યૂઝર્સ માટે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોટ્સઅપ આ ચેટ બબલવાળા અપડેટને એંડ્રોઇડ યૂઝર્સ માટે પહેલાં જાહેર કરી ચૂકી છે અને હવે આ અપડેટ iOS ગ્રાહકોને પણ મળી જશે.
એવી આશા વ્યક્ત કરવામાં આપી રહી છે કે અપડેટ ખૂબ જલદી વોટ્સએપ યૂઝર્સના સ્માર્ટફોન પર આવી જશે. હાલ આ ચેટ બબલ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જેને સફળતાપૂર્વ પૂર્ણ કર્યા બાદ જ અપડેટ જનતા માટે જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે, વોટ્સએપ એપમાં અનેક ફેરફાર કરી ચૂક્યું છે જેમાં વ્યૂ વન્સ ફીચર, વીડિયો કૉલમાં જાતે જોડાવવાની સુવિધા તેમડ ડિસઅપીયરિંગ ફીચર્સ સામેલ છે.