1. Home
  2. ગુજરાતી
  3. નાસાના રોવરને મંગળ ગ્રહ પરના ખડકોના સેમ્પલ લેવામાં મળી સફળતા
નાસાના રોવરને મંગળ ગ્રહ પરના ખડકોના સેમ્પલ લેવામાં મળી સફળતા

નાસાના રોવરને મંગળ ગ્રહ પરના ખડકોના સેમ્પલ લેવામાં મળી સફળતા

0
Social Share
  • નાસાને મળી મોટી સફળતા
  • મંગળ ગ્રહ પરના પથ્થરના સેમ્પલ લીધા
  • ઇતિહાસમાં પ્રથમ વાર આવી સફળતા મળી

નવી દિલ્હી: નાસાને એક મોટી સફળતા મળી છે. નાસાના માર્સ રોવર પ્રજર્વેન્સને મંગળ ગ્રહ પરથી સેમ્પલ લેવામાં સફળતા મળી છે.

અગાઉ નાસાના માર્સ રોવર પ્રજર્વેન્સે ઑગસ્ટમાં પણ ખડકોના સેમ્પલ લેવાની કોશિશ કરી હતી પરંતુ ત્યારે તે અસફળ રહ્યું હતું. આ વખતે મંગળ ગ્રહ પરથી સેમ્પલ લેવામાં તે સફળતા મેળવી ચૂક્યું છે. NASA અનુસાર તેમના મંગળ ગ્રહ પરના રોવર પ્રઝર્વેન્સે પ્રથમવાર પથ્થરનું સેમ્પલ મેળવવામાં સફળતા મેળવી છે.

હવે એક આશા બની છે કે નાસાના નવા માર્સ મિશનના સમયે એકત્ર કરાયેલા આ પત્થરના નમૂનાને ધરતી પર લાવી શકાશે. સ્પેસ એજન્સીએ એક ટ્વિટમાં પેન્સિલથી થોડા જાડા ખડકોના એક સેમ્પલને ટ્યૂબમાં દેખાડ્યું છે. આ સેમ્પલ 1 સપ્ટેમ્બરે લેવાયું હતું. નાસા શરૂઆતના સમયમાં ચોક્કસ ન હતું કે રોવર ખડકોના નમૂના લઇને કાર્ગોમાં રાખી શક્યું કે નહીં કેમ કે તે સમયે લાઇટ યોગ્ય મળી રહી ન હતી.

નવા ફોટો લીધા બાદ નાસાના મિશન કંટ્રોલે તેના આ કન્ટેન્ટને વેરિફાઇ કર્યા. પ્રજર્વેન્સ આ ટ્યૂબને રોવરની અંદરના ભાગમાં નાંખવામાં સફળ રહ્યું અને જેથી આગળ તેનું વધારે વિશ્લેષણ કરવાની સાથે નવા ફોટો પણ લઇ શકાશે. નાસાના પ્રશાસક બિલ નેલસને કહ્યું કે, આ ઐતિહાસિક સફળતા છે અને પ્રજર્વેન્સ અને તેની ટીમ દ્વારા કરાયેલી અવિશ્વસનીય શોધ છે જેને જોવા માટે હું આતુર છું.

નાસાના એસોસિયેટ એડમિનિસ્ટ્રેશર થોમસ જુરબુચેને આ સફળતાની તુલના ચંદ્રમાથી પત્થરના નમૂના પહેલી વાર લાવવાની સાથે કરી છે જેને હજુ સુધી શોધકર્તાઓ મહત્વની માને છે. પ્રજર્વેન્સના સેમ્પલિંગ અને ખડકોના પકડવાની સિસ્ટમને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા ત્યાં સુધી સૌથી જટિલ મશિનરી માનવામાં આવ્યું છે. તેમાં લગભગ 3 હજારના નજીક ભાગ છે. તેને બ્રીફકેસ આકારના ખડકો Rochetteના નમૂના લાવવાની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code