1. Home
  2. ગુજરાતી
  3. આવું ના થવુ જોઈએ, પણ થયું! લગ્નનો નિર્ણય એ પણ ટોસ ઉછાળીને.. વાંચો શું છે હકીકત
આવું ના થવુ જોઈએ, પણ થયું! લગ્નનો નિર્ણય એ પણ ટોસ ઉછાળીને.. વાંચો શું છે હકીકત

આવું ના થવુ જોઈએ, પણ થયું! લગ્નનો નિર્ણય એ પણ ટોસ ઉછાળીને.. વાંચો શું છે હકીકત

0
Social Share

મુંબઈઃ સામાન્ય રીતે લગ્ન પરિવારજનોની સહમતીથી અથવા પ્રેમીપંખીડા મિત્રોની મદદથી લગ્ન કરતા હોય છે. પરંતુ કર્ણાટકમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાન સાથે બે યુવતીઓ લગ્ન કરવા માટે જીદે ચડી હતી. યુવાનું બંને યુવતી સાથે અફેર હતું. જો કે, બંને યુવતીઓએ પ્રેમી યુવાન સાથે લગ્ન કરવા માટે આખુ ગામ માથે લેતા અંતે ગામના આગેવાનોએ વચ્ચેનો એક રસ્તો શોધી કાઢ્યો હતો. ટોસ ઉછાડીને જે યુવતી જીતશે તેની સાથે યુવાનના લગ્નનો ગ્રામજનોએ નિર્ણય લીધો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટકના અલૂર તાલુકાના એક ગામના યુવાનને બે યુવતીઓ સાથે અફેર હતું. પરંતુ બંને યુવતીઓ એક સાથે જ લગ્ન કરવા માટે યુવાનના ઘરે પહોંચી હતી. જેથી મુઝવણ ભરી પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ ઘટના વાયુવેગે ફેલાતા ગ્રામજનો ઉમટી પડ્યાં હતા. તેમજ ગ્રામજનોએ બંને યુવતીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બને પોતાની જીદ ઉપર અડગ રહી હતી અને ટસની મસ થઈ ન હતી. જેથી ગામના કેટલાક સમજદાર લોકોએ આ સમસ્યાના નિકાલ માટે મધ્ય માર્ગ શોધવાનું નક્કી કર્યું હતું.

આ દરમિયાન એક યુવતીએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવવાની ધમકી આપી હતી. બીજી તરફ ગ્રામજનોએ લગ્ન માટે ટોસ ઉઠાળવાનું નક્કી કર્યું હતું. જેથી બંને યુવતીઓ સહમતી દર્શાવી હતી. ગ્રામજનોએ શરત રાખી હતી કે, બોન્ડ પેપર પર ત્રણેય લોકોની સહીઓ લેવામાં આવશે અને જે પણ નિર્ણય આવશે, તેને માનવો પડશે. બધી પ્રક્રિયા પુરી થયા બાદ ટૉસ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. કલાકો સુધી ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે યુવાને પોતાની પંસગી વ્યક્ત કરી હતી. યુવાને આત્મહત્યાની ધમકી આપનારી યુવતીને ગળે લગાવીને તેની સાથે જીવન વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. યુવાનનો આ નિર્ણય સાંભળીને અન્ય યુવતી ગુસ્સમાં લાલચોળ થઈ ગઈ હતી અને યુવાનને લાફો મારીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ યુવતી ચાલતી થઈ ગઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code