1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પોળોના જંગલમાં પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ અને એન્ટ્રી ફી ના નામે પૈસા ઉઘરાવતા એજન્ટો સામે તવાઈ
પોળોના જંગલમાં પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ અને એન્ટ્રી ફી ના નામે પૈસા ઉઘરાવતા એજન્ટો સામે તવાઈ

પોળોના જંગલમાં પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ અને એન્ટ્રી ફી ના નામે પૈસા ઉઘરાવતા એજન્ટો સામે તવાઈ

0
Social Share

હિંમતનગરઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં આવેલા પ્રખ્યાત પોળોના જંગલોમાં એન્ટ્રી ફી અને પાકિગ ફીના  નામે પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા પડાવતા એજન્ટો અને દલાલોનો પર્દાફાશ કરી જિલ્લા કલેકટરે એવી જાહેરાત કરી છે કે પોળોના જંગલોમાં જવા માટે કોઇપણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવતી નથી.

સાબરકાંઠાના  વિજયનગર સ્થિત રમણીય કુદરતી સાનિધ્યમાં પોળોના જંગલોમાં પુરાતત્વ વિભાગ હસ્તકના એવા મંદિરો છે કે જે 500 થી 1000  વર્ષ કરતાં પૌરાણિક છે. આ સાથે ચોમાસામાં લીલોતરી અને ઝરણાંથી છવાયેલા આ પ્રવાસન સ્થળની મુલાકાતે પ્રતિદિન 10 હજારની વધુ લોકો આવે છે. કોરોના સંક્રમણના સમયમાં બેકાર બની ચૂકેલા કેટલાક તત્વોએ પ્રવાસીઓને છેતરવાના માર્ગ શરૂ કર્યા હતા. પ્રવાસીઓ પાસેથી 50  રૂપિયાની એન્ટ્રી ફી લેવાનું શરૂ કર્યુ હતું પરંતુ તે તદ્દન ગેરકાયદે હતું. આ એજન્ટો પ્રવાસીઓના વાહન પાકિગ માટે 20 થી 50 રૂપિયાની લૂંટ ચલાવતા હતા. એટલું જ નહીં ગાઇડ બનીને પણ પ્રવાસીઓને લૂંટતા હતા.  એજન્ટોએ રીતસર ઓફિસ ખોલી નાંખી હતી પરંતુ સરકારી તત્રં તેમને પકડી શકતું ન હતું. જંગલ વિભાગ પણ આવી ઘટનાથી અજાણ હતો. તાજેતરમાં પ્રવાસીઓને જંગલ દર્શન કરાવતો એક વિડીયો વાઇરલ થયો હતો જે જિલ્લા કલેકટરના ધ્યાને આવ્યો હતો. સાબરકાંઠા  જિલ્લા કલેકટરે પોળોના જંગલોમાં ચાલતી લૂંટને રોકવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી અને એન્ટ્રી ફી, ગાઇડ તેમજ પાકિગ ચાર્જ લેતા તત્વોને બધં કરવાની સૂચના આપી હતી. આ તત્વોએ જે રૂપિયા ઉઘરાવ્યા હતા તે પાછા આપવાની પણ વ્યવસ્થા કરી હતી.

જિલ્લા કલેકટરે આદેશમાં એવું જણાવ્યું હતું કે કોઇપણ પ્રવાસીએ પોળોના જંગલમાં એન્ટ્રી ફી કે પાર્કિંગ ફી ચૂકવવાની રહેતી નથી, કારણ કે આ પ્રવાસન સ્થળ પર પ્રવાસીઓને વિનામૂલ્યે પ્રવેશ મળે છે. પાર્કિંગમાં વાહનો વ્યવસ્થિત પાર્ક થાય તે માટે જંગલ વિભાગના કર્મચારીઓ કામ કરી રહ્યાં છે કે જેનાથી પ્રવાસીઓ હેરાન થાય નહીં. કોઇએ આવા એજન્ટોને કોઇપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code