1. Home
  2. ગુજરાતી
  3. મેક્સિકોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.9 ની તીવ્રતા નોંધાઈ
મેક્સિકોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.9 ની તીવ્રતા નોંધાઈ

મેક્સિકોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.9 ની તીવ્રતા નોંધાઈ

0
Social Share
  • મેક્સિકોમાં ભૂકંપના જોરદાર આંચકા
  • રિક્ટર સ્કેલ પર 6.9 ની નોંધાઈ તીવ્રતા
  • લોકોમાં ડરનો માહોલ

દિલ્હી: મેક્સિકોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે, તેણે મેક્સિકો સિટીની ઇમારતોને હચમચાવી દીધી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી.

6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ દક્ષિણ મેક્સિકોના અકાપુલ્કોમાં આવ્યો હતો.જો કે,આ ભૂકંપના આંચકાથી નુકસાન થયા હોવાનું પણ સામે આવ્યું છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code