1. Home
  2. ગુજરાતી
  3. BJPએ વિધાનસભા ચૂંટણી માટે કસી કમર, 5 રાજ્યના ચૂંટણી પ્રભારીની કરી જાહેરાત
BJPએ વિધાનસભા ચૂંટણી માટે કસી કમર, 5 રાજ્યના ચૂંટણી પ્રભારીની કરી જાહેરાત

BJPએ વિધાનસભા ચૂંટણી માટે કસી કમર, 5 રાજ્યના ચૂંટણી પ્રભારીની કરી જાહેરાત

0
Social Share
  • વર્ષ 2022માં પાંચ રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી
  • આ ચૂંટણીને લઇને ભાજપે હવે કમર કસી
  • 5 રાજ્યોના ચૂંટણી પ્રભારીની કરી જાહેરાત

નવી દિલ્હી: વર્ષ 2022માં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે. જેના માટે ભાજપ હવે સજ્જ છે. પાર્ટીએ પાંચ રાજ્યો માટે ચૂંટણી પ્રભારીના નામની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે સહ પ્રભારી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર રહેશે. જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રહ્લા જોષીને ઉત્તરાખંડની જવાબદારી સોંપાઇ છે.

કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીવાળા રાજ્યોની જવાબદારી સોંપાઇ છે. જેમાં ઉત્તર પ્રદેશની જવાબદારી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સોંપવામાં આવી છે. જ્યારે તેમની સાથે અનુરાગ ઠાકુરને સહ પ્રભારીની જવાબદારી સોંપાઇ છે. ઉત્તરાખંડની જવાબદારી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીને જ્યારે પંજાબની જવાબદારી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને સોંપાઇ છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગોવા તેમજ ભૂપેન્દ્ર યાદવને મણિપુરની જવાબદારી સોંપાઇ છે.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રભારી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનને જવાબદારી સોંપાઈ છે. જ્યારે સહ પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર, અર્જૂનરામ મેઘવાલ, રાજ્યસભા સાંસદ સરોજ પાંડે, કેન્દ્રીયમંત્રી શોભા કરંદલાજે અને કેપ્ટન અભિમન્યુને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ઉત્તરાખંડમાં કેન્દ્રીયમંત્રી પ્રહ્લાદ જોશી સાથે સહ પ્રભારી તરીકે સાંસદ લોકેટ ચેટર્જીને જવાબદારી અપાઈ છે.

પંજાબમાં ચૂંટણી પ્રભારી ગજેન્દ્ર સિહં શેખાવત તો સહ પ્રભારી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, મીનાક્ષી લેખી અને સાંસદ વિનોદ ચાવડાને સોંપાઇ છે. ગોવાના સહ પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષને જવાબદારી સોંપાઇ છે.

નોંધનીય છે કે, આગામી વર્ષના પ્રારંભમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા, પંજાબ અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code