અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર બાદ મહેબુબા મુફ્તીએ તાલિબાની રાગ આલાપ્યો, કહ્યું – આ રીતે તાલિબાન વિશ્વ માટે ઉદાહરણ બની શકે
- અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર બાદ મહેબુબા મુફ્તીનો તાલિબાન રાગ
- જો તેઓ છાપ સુધારે તો વિશ્વ માટે ઉદાહરણ બની શકે છે
- આ રીતે શાસન કરે તો દુનિયામાં ડંકો વાગે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારના ગઠન બાદ હવે PDP ચીફ મહેબુબા મુફ્તીએ તાલિબાની રાગ આલાપ્યો છે.
જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તાલિબાન હકીકત બનીને સામે આવી રહ્યાં છે જો તેઓ તેમની છાપ સુધારે તો વિશ્વ માટે દાખલો બની શકે છે.
મુફ્તીએ વધુમાં ઉમેર્યું હતું કે, અફઘાનિસ્તાનમાં જે અસલી શરિયા છે તે અમારા કુરાન શરીફમાં છે જે બાળકો અને મહિલાઓને અધિકાર આપે છે. કઇ રીતે શાસન કરવું તે અમારા મદીનાનું મોડલ રહ્યું છે જો તાલિબન ખરેખર શરિયા કાયદાનો અમલ કરીને રાજ કરો તો તે વિશ્વ માટે ઉદાહરણ બની શકે છે. જો તેઓ તેમ કરે તો વિશ્વના દેશો સાથે કારોબારી સંબંધ વિકસાવી શકે છે.
બીજી તરફ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાનું એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે તાલિબાન ઇસ્લામના સિદ્વાંતો પ્રમાણે સારી સરકાર ચલાવશે. અહીંયા નવાઇની વાત એ છે કે ધર્મ નિરપેક્ષ દેશોના નેતા ફારુક અબ્દુલ્લા ઇસ્લામ સિદ્વાંતવાળી સરકારનું સમર્થન કરી રહ્યાં છે.
ડૉ. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, અફઘાનિસ્તાન એક અલગ દેશ છે. તેમણે હવે દેશનું સંચાલન કરવાનું છે. હું એવી આશા રાખું છું કે તે દરેક સાથે ન્યાય કરશે અને સારી સરકાર ચલાવશે.