કિચન ટિપ્સઃ-વરસાદમાં પણ માણો અળદ કે ચોખાના પાપડની લિજ્જત,પાપડને હવા ન લાગે તે રીતે સાચવવા માટે અપનાવો આ ટિપ્સ
- પાપડને પ્લાસ્ટિકની બેગમાં લપેટીને રાખવા
- પ્લાસ્ટિકમાં લપેટેલા પાપડને એર ટાઈટ ડબ્બામાં રાખવા
- જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યાર બાદ જ પાપડને ડબ્બામાંથી કાઢવા
- જમતા સયમે જ પાપડ તળવા જેથી હવાશે નહી
હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે,વરસાદમાં અવનુવું ખાવાનું મન થતું હોય છે, ભોજનમાં પણ પણ શાક રોટલી અને દાળ-ભાત સાથે સાઈડ પર અથાણા,પાપડનો ચટાકો સારો લાગે છએ,ત્યારે પાપડ વરસાદમાં હવાઈ જાય અટલે કે તે તળાઈ નહી,શેકાઈ નહી એવી ફરિયાદ ઘણી ગૃહિણીઓને રહેતી હોય છે ત્યારે આજે વાત કરીશું વરસાદમાં પણ તમારા સ્વાદની લિજ્જતને જોળવી રાખવાની, એટલે પાપડને કંઈ રીતે સાચવવા જોઈએ જેથી તે વરસાદની સિઝનમાં પણ ક્રિસ્પી રીતે તળાઈ કે શેકાઈ શકે
પાપડને રાખવાની રીત
સૌ પ્રથમ અળદ કે ચોખાના પાપડને જો વરસાદમાં પણ ક્રિસ્પી જ રાખવા માંગતા હોવ તો તમારે આ ટિપ્સ ફોલો કરવી પડળે, આ માટે એક પ્લાસ્ટિકની એવી મોટી બેગ લેવી કે જે ક્યાયથી કાણી ન હોય ક્યાયથી તેમાં હવા ન જતી હોય, ત્યાર બાદ આ કોથળી કે બેગમાં પાપડને મૂકવા અને કોથળીનો વધારાનો ભાદ પાપડની આજુ બાજૂ લપેટી લેવો જેથી પાપડ બે ત્રણ કોથળીના લેયરમાં પેક થઈ જશે.
હવે પ્લાસ્ટિકની બેગમાં લપેટેલા આ પાપડને એક એર ટાઈટ ડબ્બામાં રાખી દો,આમ કરવાથી તમારા પાપડમાં હવા લાગતી નથી.
પાપડને તળતી કે શેકતી વખતે છેલ્લી ઘડી એ જ ડબ્બામાંથી કાઢવા જોઈએ, અને જ્યારે જમવા બેસો ત્યારે જ પાપડ રેડી કરવા જોઈએ એટલે તળાયા કે શેકાયા બાદ પણ પાપડને હવા લાગશે નહી ,વરસાદની સિઝનમાં પણ તમે આ રીતે પાપડનો અસલી સ્વાદ માણી શકશો.
હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે,વરસાદમાં અવનુવું ખાવાનું મન થતું હોય છે, ભોજનમાં પણ પણ શાક રોટલી અને દાળ-ભાત સાથે સાઈડ પર અથાણા,પાપડનો ચટાકો સારો લાગે છએ,ત્યારે પાપડ વરસાદમાં હવાઈ જાય છે અટલે બરાબર ક્રિસ્પી તળાતા નથી કે શેકાતા નહી એવી ફરિયાદ ઘણી ગૃહિણીઓને રહેતી હોય છે ત્યારે આજે વાત કરીશું વરસાદમાં પણ તમારા સ્વાદની લિજ્જતને જોળવી રાખવાની, એટલે પાપડને કંઈ રીતે સાચવવા જોઈએ જેથી તે વરસાદની સિઝનમાં પણ ક્રિસ્પી રીતે તળાઈ કે શેકાઈ શકે