બ્રિક્સ શિખર સંમેલન: આજે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક પ્રભાવકારી અવાજ છીએ: PM મોદી
- બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરતા PM મોદીનું સંબોધન
- આજે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક પ્રભાવકારી અવાજ છીએ: PM મોદી
- વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન આપવા માટે મંચ ઉપયોગી રહ્યું: પીએમ મોદી
નવી દિલ્હી: બ્રિક્સના 13માં શિખર સંમેલનની પીએમ મોદીએ અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સે અનેક સિદ્વિઓ હાંસલ કરી છે. આજે આપણે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક પ્રભાવકારી અવાજ છીએ. વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન આપવા માટે આ મંચ અસરકારક અને ઉપયોગી સાબિત થયું છે.
બ્રિક્સ અંગે વધુ વાત કરતા કહ્યું હતું કે, આપણે એ નિર્ધારિત કરવાનું છે કે બ્રિક્સ આગામી 15 વર્ષોમાં વધુ પરિણામદાયી થાય. ભારતે પોતાની અધ્યક્ષતા માટે જે થીમ પસંદ કરી છે, તે આ પ્રાથમિકતા દર્શાવે છે. “BRICS at 15: Intra-BRICS Cooperation for Continuity, Consolidation and Consensus”.
Addressing the BRICS Summit. https://t.co/qBcD6hS0lL
— Narendra Modi (@narendramodi) September 9, 2021
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, પહેલા બ્રિક્સ ડિજીટલ હેલ્થ સંમેલન આયોજીત થયું હતું. ટેક્નોલોજીની મદદથી સ્વાસ્થ્ય સેવાઓ સુધી પહોંચવા માટે આ એક નવીન પગલું છે. નવેમ્બરમાં આપણા જળ સંસાધન મંત્રી બ્રિક્સ ફોર્મેટમાં પ્રથમવાર મળશે.
આવું પ્રથમવાર થયું છે કે બ્રિક્સે Multilateral Systems ની મજબૂતિ તેમજ સુધાર એક સંયુક્ત પગલું લીધું છે. અમે બ્રિક્સ કાઉન્ટર ટેરરિઝમ એક્શન પ્લાન પણ એડોપ્ટ કર્યો છે.
નોંધનીય છે કે, આ બીજીવાર છે જ્યારે પીએમ મોદી બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ પહેલા તેમણે વર્ષ 2016માં ગોવામાં શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. ભારત આ વખતે ત્રીજીવાર બ્રિક્સ શિખર સંમેલનનું યજમાન છે.