- અમેરિકા પર ફરીથી 9/11 જેવો હુમલો થઇ શકે
- ચીને 9/11ની વરસી પર આ હુમલાની આશંકા વ્યક્ત કરી
- અમને દુશ્મન સમજવાની ભૂલ કરી રહ્યું છે અમેરિકા: ચીન
નવી દિલ્હી: 9/11ને 20 વર્ષ પૂરા થવા પર ચીને આશંકા વ્યક્ત કરી છે. ચીને અમેરિકામાં ફરી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. એક મીડિયા અહેવાલ અનુસાર અમેરિકામાં 9/11 જેવો હુમલો ફરીથી થઇ શકે છે. 11 સપ્ટેમ્બરનો હુમલો 19 આતંકીઓએ કરેલો આત્મઘાતી હુમલો હતો. પરંતુ આ આતંકીનો આત્મઘાતી હુમલો ન હતો. આતંકીઓ બીજા હુમલા માટે શક્તિ ભેગી કરશે. સમય બતાવશે કે ચીને પોતાનો સૌથી મોટો દુશ્મન સમજવુ એ એક ભૂલ છે.
છેલ્લા કેટલાક સમયથી ચીનમાં ઉઇગર મુસ્લિમો પર દમન અને અત્યાચાર જોવા મળી રહ્યો છે ત્યારે અમેરિકાના સહયોગીઓએ ચીન પર પ્રતિબંધ લગાવ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળી રહી છે. આ દરમિયાન 11 સપ્ટેમ્બરે હુમલાની 20મી વરસી પર ચીને વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયોએ કહ્યું કે, અમેરિકાને પોતાના વિચારો અને રાજનીતિક ફાયદાના આધાર પર આતંકીઓની પરિભાષિત કરવાનું બંધ કરવું જોઇએ.
તેમણે કહ્યું કે આતંકી ફક્ત આંતકી હોય છે. રાજનીતિક ફાયદાને જોઈને આતંકીઓની પરિભાષાતાનો મતલબ છે આતંકી ગતિવિધીઓને નજરઅંદાજ કરવુ, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકની વિરુદ્ધ જોઈન્ટ લડાઈ નબળી પડી જાય છે.
અગાઉ હુ શિજિને ભારત-ચીન બોર્ડર વિવાદને લઇને ભારતને ધમકી આપી હતી કે જો ભારતીય સૈનિકો પેંગોંગ ઝીલના દક્ષિણ તટથી વાપસી નહીં કરે તો ચીન સેના તેમનો સામનો કરશે.