બોલિવૂડ સ્ટાર સલમાન ખાન તૂર્કીમાં કરી રહ્યા છે એન્જોય- શહેરના સુંદર નજારાનો ફોટો સોશિયલ મીડિયા પર કર્યો શેર
- સલમાન ખાન હાલ તૂર્કીમાં ટાઈગર 3 નું કરી રહ્યા છે શૂટિંગ
- સોશિયલ મીડિયા પર ફોટો કર્યો શેર
મુંબઈઃ- તાજેતરમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ‘ટાઇગર 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ પણ જોવા મળે છે. આ દિવસોમાં તેઓ તુર્કીમાં શૂટિંગની સાથએ સાથએ એન્જોય. કરતા જોવા મળી રહ્યા છે. ટાઈગર 3 ને લઈને દર્શકરો ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારે હવે સલમાન ખાને ચાહકો સાથે તુર્કીના નવા ફોટોઝ શેર કર્યા છે.
સલમાને શેર કર્લા ફોટોમાં બ્લેક હૂડી પહેરી છે અને રેલિંગ પર ઊભા રહેલા જોઈ શકાય છે, તેઓ અહીંના ઉગતા સૂર્યને જોઈ રહ્યો છે,સલમાન જ્યાં ઊભા છે ત્યાંથી શહેરનો સુંદર નજારો છે. સલમાને આ ફોટો શેર કરતા કેપ્શનમાં સલમાન લખે છે કે,’સૂર્યોદય’આ શાથે જ હેસટેગ આપ્યું છે #cappadocia #turkey.
https://www.instagram.com/beingsalmankhan/?utm_source=ig_embed&ig_rid=3b4ccadb-89ac-4d24-bd6e-913161b2fa38
સલમાનની આ તસવીરને સંગીતા બિજલાનીએ લાઈક કરી છે. આ સિવાય અર્જુન બિજલાની અને મનીષ પોલે કોમેન્ટ કરી છે. માત્ર એક કલાકમાં ચાર લાખથી વધુ લોકો સલમાનના આ ફોટોને લાઈક કરી ચૂક્યા છે.
‘ટાઈગર 3’ની ટીમ તુર્કીના કેપાડોસિયામાં શૂટિંગ કરી રહી છે. સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચેનો રોમેન્ટિક નંબર અહીં ફિલ્માવવાનો છે. તાજેતરમાં સલમાન ખાન અને કેટરિના કૈફ તુર્કીના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી મેહમત નુરીને મળ્યા હતા. મેહમેત નૂરીએ સલમાન-કેટરિનાની મુલાકાતની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે તુર્કી આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ માટે મહેમાનગતિ કરવાનું ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને કેટરિના કૈફ સિવાય ‘ટાઈગર 3’માં ઈમરાન હાશ્મી પણ જોવા મળશે, તે નેગેચિવ રોલ કરી રહ્યો છે,આ ફિલ્મના દિગ્દર્શક મનીષ શર્મા છે અને તેને યશ રાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. ‘ટાઈગર 3’ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે