અફઘાનિસ્તાન સાથે મિત્રતાના ગાણા ગાતા પાકિસ્તાનની આશાઓ પર અફઘાનિસ્તાને જ પાણી ફેરવ્યું, જાણો શું થયું?
- પાકિસ્તાનના અરમાનો પર પાણી ફરી વળ્યું
- કરન્સી સ્વેપિંગ માટે અફઘાનિસ્તાનને ચોખ્ખી ના પાડી દીધી
- પાકિસ્તાન પહેલા પોતાની ખસ્તા હાલત જુએ: અફઘાનિસ્તાન
નવી દિલ્હી: અફઘાનિસ્તાન સાથે આમ તો પાકિસ્તાન મિત્રતાના ગાણા ગાતું હોય છે પરંતુ તાલિબાને પાકિસ્તાનને તેની ઔકાત દેખાડી દીધી છે. હકીકતમાં પાક.ના એક મંત્રીએ અફઘાનિસ્તાન સાથે કારોબારના બદલે પાકિસ્તાની મુદ્રામાં રકમ લેવાની ઑફર કરી હતી. પાક. સરકારની આ ઑફર ઠુકરાવતા અફઘાનિસ્તાને કહ્યું કે, પાકિસ્તાને પહેલા પોતાના રૂપિયાની હાલત જોઇ લેવી જોઇએ.
પ્રાપ્ત જાણકારી અનુસાર, અફઘાનિસ્તાનના કલ્ચરલ કમીશનના સભ્ય અહમદુલ્લા વાસિકે કહ્યું કે, પાકિસ્તાન જેવા પાડોશી દેશો સાથે કારોબાર માત્ર અફઘાની ચલણમાં જ થશે.
આ નિવેદન એ અટકળો બાદ આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન જલ્દી અફઘાનિસ્તાન સાથે રૂપિયામાં કારોબાર શરૂ કરી શકે છે. જેનાથી તેના ચાલુ ખાતાની ખોટ ઓછું કરવામાં મદદ થશે. આ પ્રકારના રિપોર્ટ પર વાસિકે પ્રતિક્રિયા આપી હતી કે, આ ખબરોમાં કોઇ તથ્ય નથી કે પાકિસ્તાન સાથે મોટા કારોબારમાં તેમનું ચલણ યૂઝ થવાનું છે.
ગત અઠવાડિયે પાકિસ્તાનના નાણામંત્રી શૌકત તારિને કહ્યું હતું કે સરકાર ડોલરનો ભંડાર બચાવા માટે અફઘાનિસ્તાન સાથે કારોબારમાં રૂપિયાના પ્રયોગનું વિચારી રહી છે.
બીજી તરફ પાક.ના વેપારીઓએ પણ આ પગલાંને વેપાર માટે સારું ગણાવ્યું હતું. જો કે અફઘાનિસ્તાનની પ્રતિક્રિયા બાદ હવે પાકિસ્તાનના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. કારોબારી અનુસાર આ પ્રકારના કરન્સી સ્વેપ એગ્રીમેન્ટથી બંને દેશ વચ્ચે કારોબારમાં ડોલરનો ઉપયોગ થશે નહીં. જેનાથી વિદેશી મુદ્રા સંબંધિત ખર્ચ બચી જશે.
શું હોય છે કરન્સી સ્વેપિંગ?
કરન્સી સ્વેપિંગનો અર્થ મુદ્રાની અદલાબદલી થાય છે. જ્યારે બે દેશ કે બે વ્યક્તિ પોતાની નાણાકીય જરૂરિયાતોને કોઇ પણ નુકસાન વગર પૂરી કરવા માટે મુદ્રાની અદલાબદલી કરવાની સમજૂતિ કરે છે તો તેને કરન્સી સ્વેપિંગ કહેવામાં આવે છે. ભારતે નેપાળ તેમજ ભૂટાન જેવા પાડોશી દેશો સાથે કરન્સી સ્વેપિંગ કરેલું છે.