કોરોનાના કેસોમાં રાહતઃ સતત 5 માં દિવસે ઘટાડા સાથે 24 કલાકમાં નોંધાયા માત્ર 25 હજાર જેટલા કેસ
- કોરોનાના કેસોમાં ઘટાડો થતા મોટી રહાત
- સતત 5મા દિવસે ઘટ્યા કોરોનાના કેસ
- છેલ્લા 24 કલાકમાં 25 હજાર જેટલા કેસ સામે આવ્યા
દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાનથી જ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર શરુ થયો હતો, ત્યારે છેલ્લા ઘણા સમયથી કોરોનાની ત્રજી લહેરની ચર્ચાઓ એ જોર પકડ્યું હતું જો કે આજ રોજ મંગળવારે ફરી એકવાર કોરોનાના કેસોમાં થોડી રાહત જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 404 નવા કેસ નોંધાયા છે, જ્યારે 339 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ સાથે જ સાજા થનારા દર્દીઓની સંખ્યા પયણ વધી રહી છે,24 કલામાં 37 હજાર 127 દર્દીઓ આ રોકોરોનાને માત આપી છે.આ પહેલા સોમાવરના દિવસે દેશમાં કોરોનાના 27 હજાર 254 કેસ નોંધાયા હતા. 9 સપ્ટેમ્બરથી કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે અને કોરોનાના કેસોમાં ઘટાડો થવાને કારણે સ્થિતિ સામાન્ય થઈ જોવા મળી રહી છે. જોકે, કેરળમાં કોરોનાનો આંકડો હજુ પણ ચિંતાનું કારણ જોવા મળે છે.
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 32 લાખ 89 હજાર લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 4 લાખ 43 હજાર 213 લોકોના મોત થયા છે.જો કે તેની સામે સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 24 લાખ 84 હજાર લોકો કોરોનામાંથી સાજા થયા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હાલમાં 3 લાખ 62 હજાર 207 જોવા મળે છે.
કોરોનાના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળ મોખરે છે,કેરળમાં કોરોનાના દૈનિક કેસ ડરનું વાતાવરણ ઊભુ કરી રહ્યા છેતે જ સમયે, 150 થી વધુ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ અહીં લોકોને પોતાની ઝેપટ માં લઈ રહ્યું છે. સમગ્ર દેશમાં કોરોનાની સંખ્યામાં ઘટાડો રસીકરણ અભિયાનને તીવ્ર બનાવવાથી થયો છે. નિષ્ણાતો માને છે કે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવાના કારણે કોરોનાના નવા કેસો ઘટી રહ્યા છે.
જાન્યુઆરી મહિનાથી શરુ કરવામાં આવેલ રસીકરણ અભિયાનમાં તેજી જોવા મળે છે, રોજે રોજ લાખો લોકો રસી લઈ રહ્યા છે જેને લઈને કેસમાં ઘટાડાનું અનુમાન લગાવાયું છે, રસીકરણ એક માચ્ર ઉપાય છે જે કોરોના સામે રક્ષણ આપી શકે છે જેને જોતા કેન્દ્રએ રસીકરણમાં વેગ આપવાના સતત પ્રયત્નો હાથ ઘર્યા છે.