ફ્રાંસની સેનાએ આતંકવાદી સમૂહ ઈસ્લામિક સ્ટેટના પ્રમુખ અદનાન અબૂ વાલિદને કર્યો ઠાર- રાષ્ટ્રપતિ મેક્રોએ ટ્વિટ કરીને આપી માહિતી
- ફ્રાંસની સેનાને મોટી સફળતા મળી
- ઈસ્લામિક સ્ટેટના સમૂહના નેતાને કર્યો ઠાર
- આતંકવાદી સંગઠનમાં નેતાનો મોટો હાથ
દિલ્હીઃ- ગ્રેટર સહારામાં ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથના નેતા અદનાન અબુ વાલિદ અલ-સાહરાવીને ફ્રેન્ચ સેનાએ ઠાર માર્યો છે. રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોને ટ્વિટ કરીને આ અંગેની માહિતી જારી કરી છે.
ફ્રાસંના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને તેમાં લખ્યું છે કે ગ્રેટર સહારામાં ઇસ્લામિક સ્ટેટના વડાને ફ્રેન્ચ સેના દ્વારા મારી નાખવામાંઆવ્યા છે. એ પણ લખ્યું કે સાહેલમાં આતંકવાદી જૂથો સામેની અમારી લડાઈમાં આ બીજી મોટી સફળતા છે.
https://twitter.com/EmmanuelMacron?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1438272945584025603%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Fworld%2Fhead-of-islamic-state-in-the-greater-sahara-has-been-neutralised-by-french-forces
અદનાન અબુ વાલિદ અલ-સાહરાવી ગ્રેટર સહારામાં ISIS નો નેતા હતો. તેને ISIS GSના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સંગઠન ત્યારે ઉભરી આવ્યું જ્યારે અબુ વાલિદ અને તેના અનુયાયીઓ અલ-કાયદા જૂથથી અલગ થઈ ગયા હતા. અબુ વાલિદ પર પાંચ મિલિયન ડોલરનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.
વર્ષ 2015 અમે મે મહિનામાં અબુ વાલિદને તેના જૂથ આએસઆઈએસ ની કમાન્ડ મળી હતી અને આઈએસઆઈએસ GS એ અબુ વાલિદના નેતૃત્વમાં અનેક હુમલાની જવાબદારી સ્વીકારી પણ છે. આ હુમલાઓમાં 4 ઓક્ટોબર, 2017 ના રોજ માલિયન સરહદની નજીક નાઇજરના ટોંગો વિસ્તારમાં સંયુક્ત યુએસ-નાઇજિરિયન પેટ્રોલિંગ પર થયેલો હુમલો પણ સામેલ હતો, જેના પરિણામે ચાર અમેરિકન સૈનિકો અને ચાર નાઇજિરિયન સૈનિકોના મોત થયા હતા.
ઉલ્લખેનીય છે કે અમેરિકાના વિદેશ વિભાગે અબુ વાલિદને ખાસ વૈશ્વિક આતંકવાદી તરીકે અને ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમની કલમ 219 હેઠળ આઇએસઆઇએસ જીએસને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યો હતો,ત્યારથી તે સેનાની રડાર પર હતો ત્યારે હવે ફ્રેસ સેના દ્રારા તેનો કાતમો કરવાની માહિતી મળી રહી છે, આ વાતની પૃષ્ટિ ફ્રાંસના રાષ્ટ્રપતિ દ્રારા જ કરવામાં આવી છે.