PM મોદીએ રક્ષા મંત્રાલયનું કર્યું ઉદ્વાટન, કહ્યું – દેશની રાજધાની આકાંક્ષાઓ અનુસાર વિક્સિત થઇ રહી છે
- પીએમ મોદીએ રક્ષા મંત્રાલયોનું કર્યું ઉદ્વાટન
- આ અવસરે રક્ષા મંત્રી, CDS ચીફ અને સેનાધ્યક્ષ પણ રહ્યા ઉપસ્થિત
- સત્ય સામે આવતા જ વિરોધીઓ ચૂપ – પીએમ મોદી
નવી દિલ્હી: આજે દિલ્હીમાં કસ્તૂરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવેન્યુમાં રક્ષા મંત્રાલયોનું પીએમ મોદીએ ઉદ્વાટન કર્યું હતું. તે ઉપરાંત પીએમ મોદીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની નવી વેબસાઇટને પણ લૉન્ચ કરી હતી. આ અવસરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ ચીફ જનરલ બિપિન રાવત અને સેનાધ્યક્ષ જનરલ એમ એમ નરવણે ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ મોદીઆ આ અવસરે કહ્યું હતું કે,સ્વતંત્રતાના 75માં વર્ષમાં આજે આપણે દેશની રાજધાનીને નવા ભારતની જરૂરિયાતો તેમજ આકાંક્ષાઓ અનુસાર વિક્સિત કરવા તરફ એક પગલું આગળ વધી રહ્યા છીએ. આ નવું ડિફેન્સ કાર્યાલય આપણી સેનાઓના કામકાજને વધુ સુવિધાજનક, વધુ પ્રભાવી બનાવવાના પ્રયાસોને વધુ સશક્ત કરશે.
આજે જ્યારે ભારતની સૈન્ય તાકાતને આપણે દરેક રીતે આધુનિક બનાવવામાં લાગ્યા છીએ, આધુનિક હથિયારોને લેસ કરવામાં લાગ્યા છે, સેનાની જરૂરિયાતની ખરીદ તેજ થઈ રહી છે ત્યારે દેશની રક્ષા સાથે જોડાયેલા કામકાજ દાયકા જૂની રીતોથી થતું હોય તે કેવી રીતે શક્ય બની શકે?
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંગે તેઓએ કહ્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પાછળ ડંડો લઇને પડ્યા હતા તેઓ મોટી ચાલાકીથી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો આ પણ હિસ્સો છે, 7000થી વધુ સેનાના અધિકારીઓ જ્યાં કામ કરે છે તે વ્યવસ્થા વિકસિત થઇ રહી છે જેના પર બિલકુલ ચુપ રહેતા હતા. હવે કેજી માર્ગ અને આફ્રીકા એવેન્યુમાં બનેલી આ આધુનિક ઓફિસ, સુરક્ષા સંલગ્ન દરેક કામને પ્રભાવી રીતે ચલાવવામાં ખૂબ મદદ કરશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે આપણે રાજધાનીની વાત કરીએ છીએ ત્યારે તે ફક્ત એક શહેર નથી હોતું. કોઈ પણ દેશની રાજધાની તે દેશની સોચ, સંકલ્પ, સામર્થ્ય, અને સંસ્કૃતિનું પ્રતિક હોય છે. ભારત તો લોકતંત્રની જનની છે. આથી ભારતની રાજધાની એવી જોઈએ જેના કેન્દ્રમાં લોકો હોય, જનતા હોય. આજે આપણે જ્યારે Ease of living અને Ease of doing business પર ફોકસ કરી રહ્યા છીએ, ત્યારે તેમા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ એટલી જ મોટી ભૂમિકા છે.