અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળે આજે શપથગ્રહણ કર્યાં હતા. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરી અપનાવીને નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બે મહિલાઓ સહિત 25 મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળને શુભકામનાઓ પાઠવી હતી.
ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા પાર્ટીના તમામ સાથીઓને અભિનંદન. આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે અને અમારી પાર્ટીના વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો છે. સૌને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!
— Narendra Modi (@narendramodi) September 16, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા પાર્ટીના તમામ સાથીઓને અભિનંદન. આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે અને અમારી પાર્ટીના વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો છે. સૌને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું.
મને વિશ્વાસ છે કે @narendramodi જી અને @Bhupendrapbjp જી ના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળ લોક કલ્યાણકારી યોજનાઓને રાજ્યના ગરીબ લોકો સુધી પહોંચાડવા માટે નિરંતર સેવાભાવ સાથે કામ કરશે.
— Amit Shah (@AmitShah) September 16, 2021
ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી કે, ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળ લોક કલ્યાણકારી યોજનાઓને રાજ્યના ગરીબ લોકો સુધી પહોંચાડવા માટે નિરંતર સેવાભાવ સાથે કામ કરશે.
નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાતનાં વિકાસની હરણફાળ વધુ ઝડપી બનશે એવી ઇચ્છા ! pic.twitter.com/PzJPsVN2m8
— C R Paatil (@CRPaatil) September 16, 2021
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ નવા મંત્રીમંડળને શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનો પણ નવા મંત્રી મંડળને શુભકામના પાઠવી હતી.