1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતભરમાં કાલે શુક્રવારથી કોરોના વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજાશે, 100 ટકા રસિકરણનો લક્ષ્યાંક
ગુજરાતભરમાં કાલે શુક્રવારથી કોરોના વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજાશે, 100 ટકા રસિકરણનો લક્ષ્યાંક

ગુજરાતભરમાં કાલે શુક્રવારથી કોરોના વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજાશે, 100 ટકા રસિકરણનો લક્ષ્યાંક

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ખૂબજ ઘટાડો થઈ ગયો છે. કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. પરંતુ કોરોનાના સેભવિત ત્રીજા કાળના આગમન પહેલા વધુને વધુ લોકોનું વેક્સિનેશન થાય તે માટે સરકારે ઝૂંબેશ હાથ ધરી છે. આવતી કાલે 17મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત  આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કરી છે. તેમણે જણાવ્યુ કે, આ મેગા ડ્રાઇવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડ્રાઇવ દરમિયાન 7500  જેટલા ગામડાઓમાં 100  ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમિયાન 35  લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા આવતી કાલ તા.17મીથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે દિનદયાલ ઔષધાલય ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત રસીકરણની મેગા ડ્રાઇવને સફળ બનાવવા તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસીપલ કમિશ્નર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મેગા ડ્રાઇવ અંગે તૈયારીની સમીક્ષા કરી દેવામાં આવી છે. આ મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે ડ્યુ લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જમાવ્યું હતું કે,  સમગ્ર દેશમાં અને રાજ્યમાં 16મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ 5.33  કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ 8,34,787 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ  5,906  ગામડાઓ, 104  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 14 શહેરી આરોગ્ય કેન્દ્ર તથા 17 તાલુકાઓમાં તમામ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી 100 ટકા રસીકરણ કરવામાં આવ્યુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code